જોધપર નદી ગામે આધેડના મોત પ્રકરણમાં હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે રજુઆત

જોધપર નદી ગામે આધેડના મોત પ્રકરણમાં હત્યા થઇ હોવાના આક્ષેપ સાથે રજુઆત
Spread the love
  • દોષીતો સામે હત્યાના ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ

મોરબી : મોરબીના જોધપર નદી ગામે વિનોદરાય દેવાભાઈ સુરેલાની માથાભારે શખ્સોએ હત્યા કરી હોવાના આક્ષેપ સાથે તેમના પુત્ર શૈલેષભાઇ વિનોદરાય સુરેલા સહિતના પરિવારજનોએ કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે અને આ હત્યાના બનાવની તટસ્થતા તપાસ કરી દોષીતો સામે હત્યાનો ગુન્હો નોંધીને કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે.

જોધપર નદી ગામે રહેતા વિનોદરાય સુરેલાને ગત તા.31 ડિસેમ્બરે ભરતભાઈ અજાણા પોતાની વાડીએ કામે લઈ ગયા હતા અને મોડીરાત્રે વિનોદરાય સુરેલા જોધપર ગામેથી જોધપર ગામના મચ્છુ ડેમ પાસે ગયા હતા. માથાભારે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને વિનોદભાઈને છરીના ધાં ઝીકીને તેમની હત્યા કરી હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.જો કે ,વિનોદભાઈ ઉપર છરીથી પ્રાણઘાતક હુમલો કર્યાની જાણ થતાં તેમના પરિવારજનોએ તેમને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડયા હતા.જ્યાં મૃતકનું પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું અને મૃતકના શરીર ઉપર છરીના ધાં સ્પષ્ટ દેખાયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આથી વિનોદભાઈની હત્યા થયાના આક્ષેપ સાથે તેમના પરિવારજનોએ કલેકટરને રજુઆત કરી મૃતકના મોબાઈલ તેમજ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરી આ બનાવની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. આ બનાવ અંગે તાલુકા પીએસઆઇ જાડેજાએ જણાવ્યું હતું કે , મૃતક વિનોદભાઈ બનાવના દિવસે વાડીએથી પરત આવતી વખતે મચ્છુ ડેમની કેનાલ પાસે ઢાળ ઉપરથી પડી ગયા હતા.એમાં ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.ત્યારે મૃતકે પોલીસ સમક્ષ પોતે પડી ગયાનું પણ નિવેદન નોંધાવ્યું હતું.તેમજ તેમના પરિવારજનોનું નિવેદન પણ.પોલીસે લીધું હતું.આ મર્ડરનો બનાવ નથી.અકસ્માતે મોતનો બનાવ હોવાનું કહીને પરિવારજનોના આક્ષેપને પાયા વિહોણો ગણાવ્યો હતો.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

IMG-20210105-WA0028.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!