અંબાજી શક્તિપીઠમા ગંદકીનું ભારે સામ્રાજ્ય, ગ્લોબલ કંપનીના નાટક યથાવત

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે આ ધામમાં વર્ષે દહાડે લાખો કરોડો માઇભક્તો મા અંબાના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ ધામમાં ભારે ગંદકી અને કચરાના ઢગના લીધે માઈભક્તો ની લાગણી દુભાઈ રહી છે, પરંતુ વહીવટીતંત્રની ઘોર બેદરકારીના લીધે આ કંપની ઉપર આજ દિવસ સુધી કાયદાકીય કડક પગલાં ભરવામાં આવ્યા નથી અને કંપનીને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવેલ નથી જે બાબત હાલમાં ચર્ચાસ્પદ બની છે.
દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી મોટું નામ છે તે અંબાજી આદ્યશક્તિપીઠ તરીકે સમગ્ર દેશમાં ભારે નામના ધરાવે છે પરંતુ જ્યારથી અંબાજીમાં ઓલ સર્વિસ global કંપની સફાઈ માટે આવી છે પણ આજ દીન સુધી આ કંપની દ્વારા સાચી કામગીરી કરવામાં આવી નથી, વર્ષ મા કેટલીય વાર આ કંપની દ્વારા હડતાળ ના નાટકો ભજવાય છે જે કારણે અંબાજી ની જનતા ભારે હેરાન પરેશાન થઈ રહી છે.
ગૂજરાત સરકાર કેમ પગલા લેતી નથી?
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે છેલ્લા કેટલાય સમયથી ઓલ સર્વિસ ગ્લોબલ કમ્પની તરફથી સફાઈ કામગીરીનુ કામ કરવા માટે ટેન્ડર આપવામા આવેલ છે પણ આ કંપની દ્વારા અંબાજી ના વિસ્તાર ની સફાઇ પુરી કરવામાં આવતી નથી અને કેટલાક વિસ્તારોમાં તો કંપનીના સુપર વાઇઝરો ફરકતા પણ નથી, અંબાજી ગૂજરાત નુ સૌથી મોટું શક્તિપીઠ મા વર્ષે દહાડે કેટલાય નેતાઓ અને મંત્રીઓ આવતા હોવા છતાં આ ઓલ સર્વિસ ગ્લોબલ કંપની પર કેમ પગલા ભરવામાં આવતા નથી જે બાબત હાલ મા ચર્ચાસ્પદ બની છે
ગાંધીનગરના કયા નેતાના આશીર્વાદ થી ઓલ સર્વિસ ગ્લોબલ પર પગલા ભરવામાં આવતા નથી?
અંબાજી મા ચાલતી ચર્ચા મુજબ કોઇ ગાંધીનગર ના મોટા નેતા ના હાથ આ ઓલ સર્વિસ ગ્લોબલ કંપની ઉપર છે જે કારણે આ કંપની પર આજદિન સુધી પગલા ભરવામાં આવ્યાં નથી. અંબાજી મંદિર ના વહીવટદાર અને ચેરમેન પણ ગાંધીનગર સુઘી પહોંચ હોવાના લીધે આ કંપની ને બ્લેકલિસ્ટ કરી શકતા નથી, કેમ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પગલાં લેવામાં આવતા નથી.
આ મુદ્દાઓ ભારે ચર્ચાસ્પદ બનેલા છે?
1.પવિત્ર યાત્રાધામ અંબાજીમાં global સર્વિસ દ્વારા આપવામાં આવેલા ટેન્ડરના ચાર કરોડ રૂપિયા પાણીમાં?
2.આ કંપનીમાં અવારનવાર કેમ હળતાલ કરવામાં આવે છે?
3. 2021 નું આગમન થતાં ની સાથે સફાઈ કામદર હડતાલ પર?
4.આવી કંપનીને ખરેખર બ્લેક લિસ્ટ માં કરવી જોઈએ કે નહીં?
5.આ કંપનીમાં કયા કયા રાજકારણનો હાથ?
6.આ કંપની યાત્રાધામનું નામ બગાડી રહી છે?
7.ખરેખર યાત્રાધામ વિકાસ બોર્ડ પગલાં લેશે ખરા?
8.અંબાજીમાં હડતાલ કરાવવા બાબત મુખ્ય સૂત્રધાર કોણ?