મોરબી જિલ્લામાં શાળા ખુલ્યાના પ્રથમ દિને 8735 છાત્રો આવ્યા

- વાલીના સંમતિ પત્ર સાથે છાત્રો શાળાએ પહોંચ્યા : થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરી પ્રવેશ અપાયો
મોરબી : કોરોના મહામારી દરમિયાન 301 દિવસ બાદ ગુજરાતમાં આજથી શાળા-કોલેજો શરૂ થઈ છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ મળીને 236 શાળાઓ આવેલ છે જેથી આજે પહેલા દિવસે 98 શાળામાં વિધ્યાર્થીઓ આવ્યા હતા અને 8735 વિધ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા અને તેમાથી અમુક વિધ્યાર્થીઓના વાલીના જ સંમતિ પત્ર આવ્યા હોવાનું જાણવા મળેલ છે. કોરોનાના પગલે રાજ્યમા માર્ચ મહિનાથી શાળા અને કોલેજો વિદ્યાર્થીઓ માટે બંધ કરી દેવાઈ હતી અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું હતું.
જો કે, હવે કોરોના કાબૂમાં આવ્યો હોવાના દાવા સાથે સરકારે આજથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ તેમજ કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે કોલેજ શરૂ કરી છે અને શાળાઓમાં સરકારની ગાઈડ લાઇન્સનું પાલન કરવાની સૂચના અપાઈ છે. જે અંતર્ગત ગેટ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવી રહ્યું છે. જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિકની કુલ મળીને 236 જેટલી શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ 10 ના 15079 અને ધોરણ 12 ના 7979 વિદ્યાર્થીઓ નોંધાયા છે.
જો કે આજથી શરૂ થતી શાળાઓમાં 98 શાળાઓમાં વિધ્યાર્થીઓ આવેલ હતા જેમાં કુલ મળીને ધોરણ 10 ના 5655 અને ધોરણ 12 ના 3080 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવ્યા હતા એટલે કે કુલ મળીને 24068 વિધ્યાર્થીઓમાથી માત્ર 8735 વિધ્યાર્થી હાજર રહ્યા હતા અને 15333 વિધ્યાર્થી શાળામાં ગેરહાજર રહ્યા છે અને આજે પ્રથમ દિવસે શાળામાં અભ્યાસ કરવા માટે આવેલા વિદ્યાર્થીઓમાંથી ધોરણ 10ના 1745 અને ધોરણ 12 ના 646 વિદ્યાર્થીઓના વાલીઓએ સંમતિ પત્ર લખીને આપ્યા હોવાનું હાલમાં મોરબી જિલ્લાના શિક્ષાણાધિકારી બી. એમ. સોલંકી પાસેથી જાણવા મળેલ છે.
રીપોર્ટ : જનક રાજા, મોરબી