બનાસકાંઠા એલસીબીએ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો

બનાસકાંઠા એલસીબીએ અગાઉ થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો
Spread the love

ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ પૈકી દાંતા તાલુકા અતિ પછાત તાલુકા તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતો છે આ તાલુકામાં ગરીબ આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે છેલ્લા ઘણા સમયથી દાંતા તાલુકામાં ચોરીની ઘટનાઓ વધવા પામી છે ત્યારે બનાસકાંઠા એલસીબીએ દાંતા ગામ ખાતે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાથે બીજી અન્ય ચાર ચોરીનો ભેદ ઉકેલી 23,552 ના મુદ્દામાલ સાથે બે રીઢા ઘરફોડ ચોરોની ઘરપકડ કરી છે.

શ્રી એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ. પો. સબ.ઇન્સ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના હે.કો. દિગ્વિજયસિંહ, નરેશભાઇ, વદુજી તથા પો.કોન્સ મહેશભાઇ, દિનેશભાઇ, જયપાલસિંહનાઓ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે પ્રભુભાઇ સ/ઓ ડુંગરાભાઇ બથાભાઇ જાતે.ગમાર ઉ.વ.૪૦ રહે.ચંદ્દાણા આડીશેરી તા.પોશીના, જીલ્લો.સાબરકાંઠાવાળો હોવાનુ જણાવેલ તથા (૨) પોતે પોતાનુ નામ મોહનભાઇ સ/ઓ કરમાભાઇ રાજાભાઇ જાતે.ડાભી ઉ.વ.૨૨ તથા મજુરી રહે.બોસા જાંબુડીથી આગળ તા.આબુરોડજીલ્લો.શીરોહી રાજસ્થાનવાળાઓને પકડી તેઓના કબ્જાના થેલામાંથી તથા અંગઝડતીમાંથી ચાંદીની અલગ-અલગ ચીજ વસ્તુઓનુ કુલ વજન ૨૪૦ ગ્રામ તથા સોનાના “ઓમ” નુ વજન ૦.૫૧૮ મીલીગ્રામ જેની કુલ કિ.રૂ.૧૮,૨૪૧/- તથા તીરૂપતિ કલકત્તી તમાકુનુ તુટેલી હાલતનુ પેકેટ તથા ચુનાની ટોટીઓ તથા મજદુર ૪૪૪ બીડીનુ પેકેટતથા અલગ-અલગ કંપનીના ચા પત્તીના પેકેટ તથા કોલગેટ કંપનીની ટુથપ્રેસ્ટતથા સીગારેટ તથા તેલ તથા વેસલીન તથા કપડા ધોવાના તથા નાહવા સાબુ તથા મહેદીની ટ્યુબતથા સેમ્પુના પાઉચ તથા છિંકણીનુ બોક્સ જે તમામની કુલ કિ.રૂ.૧૫૨૭/- તથા રોકડા રૂ.૭૮૪/- તથા બંન્ને ઇસમોની અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૯ કુલ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૩,૫૫૨/- નો મુદ્દામાલ C.R.P.C કલમ ૧૦૨ મુજબ ગણી C.R.P.C કલમ 41.(1)d, 102 મુજબ કબજે કરી દાંતા પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. આ કામે પકડાયેલ ઇસમો પૈકી પ્રભુભાઇ સ/ઓ ડુંગરાભાઇ બથાભાઇ ગમાર નાનો અગાઉ ૧૩ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં તથા એક મર્ડરના ગુનામાં પકડાયેલ છે.

પકડાયેલ આરોપીઓઓએ નીચે મુજબના ગુનાઓની કબુલાત કરેલ છે.

આ ચોરીનો ભેદ ઉકેલાયો

(૧) રાજસ્થાન આબુરોડથી આગળ નદીની બાજુમાં આવેલ એક મંદીરની દાનપેટીની ચોરી કરેલ છે.
(૨) અંબાજી થી આબુરોડ તરફ જતા રોડ ઉપર રાત્રીના સમયે એક કરીયાણાની દુકાનમાંથી ચોરી કરેલ છે.
(૩) અંબાજી ભાદરવી પુનમના દિવસે એક લેડીઝ પર્સમાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
(૪) અંબાજી પેટ્રોલ પંપની બાજુમાં ગલીમાં આવેલ ઘર માંથી મોબાઇલ ચાર્જમાં મુકેલ મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.

IMG-20210111-WA0032.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!