દેવભૂમિ દ્વારકાના રૂપણબંદરના હાઇવેના પુલની પાસે એક ઘાયલ નંદી મળી આવ્યો
દેવભૂમિ દ્વારકાના રૂપણબંદરના હાઇવેના પુલની બાજુ મા એક ધાયલ નંદી પડેલ હતો એમાં એક ગૌભકત ના નજરે ચડતા તેઓએ શ્રી માધવ પાંજરાપોળ ટ્રસ્ટ મા ફોન આવેલ કે કોઇ નરાધમે પાછળના ભાગેથી ગોઠણ સુધી એસીડ જેવુ જલદ પ્રવાહી નાખેલ છે પાછળ ના બંને પગે થી ચાલવા મા પણ તકલીફ પડે છે એટલે એમ્બ્યુલન્સ દ્વારા નંદીને માધવ ગૌશાળા સુરજકરાડી ખાતે ખસેડવામા આવેલ અને ડો.મયુર સાહેબ અને ગૌભકતો એ સારવાર કરી હતી.
વિતલ પિસાવાડિયા (દેવભૂમિ દ્વારકા)