બાંટવા નગરપાલિકાના સભા ખંડમાં સામાન્ય બોર્ડની બેઠક મળી

બાંટવા નગરપાલિકાના સભા ખંડમાં સામાન્ય બોર્ડની બેઠક મળી
Spread the love

બાંટવા નગરપાલિકાના સભાખંડમાં બાંટવા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ રાજકુમાર વાઘવાણી અને ચીફઓફિસરની અધ્યક્ષથાને સામાન્ય બોર્ડ મળેલ હાલ બાંટવા નગરપાલિકા ભા.જ.પ શાસિત બોડી સતામાં છે. આ બોર્ડમાં અગાઉના સમયમાં થયેલ કામોના તેમજ ઉપજ અને જાવક ના તમામ હિસાબો અને આવનારા સમયમાં વિકાસ ને લગતા રોડ રસ્તા ના કામો ને બહુમતીથી બહાલી આપવામાં આવેલ સાથે સાથે હાલમાં જ બાંટવા દાતાશ્રીઓ અને નગરપાલિકા બાંટવાની લોકભાગીદારીથી માણાવદર બાંટવા મુખ્ય માર્ગ પર મુખ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવેલ.

આ જોઈને બીજા દાતાશ્રીઓ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ આવા પ્રવેશ દ્વાર લોકભાગીદારી બનાવા માટે મંજૂરી માંગવામાં આવેલ જેને પણ બહુમતી થી બહાલી આપવામાં આવેલ અને આગામી સમયમાં બાંટવામાં બીજા મુખ્ય માર્ગો ના પણ પ્રવેશદ્વાર નિર્માણ પામશે. સાથે સાથે આ બોર્ડ માં ભારતીય જનતા પાર્ટી ના તમામ સાથી સદસ્યોના ટેકાથી પ્રમુખ -અને કારોબારી ચેરમેન દ્વારા એક સારો અને સરસ લોકઉપયોગી ઠરાવને બહાલી આપવામાં આવી બાંટવા નગરના તમામ 18 થી 70 વર્ષના નાગરિકો નગરપાલિકાના ખર્ચે આકસ્મિક 1 લાખનો વીમો ઉતારવાનો ઠરાવ કરવામાં આવેલ આગામી સમયમાં વહેલી તકે આ ઠરાવનો અમલ કરવામાં આવશે.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20210128-WA0004.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!