માંગરોળ બેઠક માટે સુરત ડિસ્ટ્રીકટ બેંકની ચૂંટણી માટેનું મતદાન શરૂ

આજે તારીખ ૨૮ મી જાન્યુઆરીનાં રોજ સુરત ડિસ્ટ્રીકટ બેંકની ૧૩ બેઠકો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે.૧૩ માં માંગરોળ તાલુકાની બેઠકનો પણ સમાવેશ થાય છે.તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી સુરત ડિસ્ટ્રીકટ બેંકની શાખામાં મતદાન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.આજે વહેલી સવારથી જ મતદારો પોતાના મતો આપવા માટે મતદાન મથક ખાતે આવી પોહચ્યા હતા.
સાથે જ બે ઉમેદવારો પણ હાજર રહ્યા હતા.દિલીપસિંહ રાઠોડ અને કિશોરસિંહ કોસાડા વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. માંગરોળ તાલુકાનાં નોગમાં ગામની દૂધ મંડળીનાં પ્રમુખ,સુરત યુવા ભાજપનાં મહામંત્રી ભરતભાઈ પટેલ કે જેમણે સુમુલની ચૂંટણીમાં પણ માનસિંહ પટેલનાં ચૂંટણી એજન્ટ તરીકે સેવા આપી હતી.આજે પણ ભરતભાઈ પટેલ દિલીપસિંહ રાઠોડ તરફે ચૂંટણી એજન્ટ તરીકેની સુંદર કામગીરી કરી હતી.
નઝીર પાંડોર (માંગરોળ-સુરત)