બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કાયાકલ્પ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું

સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને ગુણવત્તા જાળવવા માટેની અતિસુંદર આરોગ્યલક્ષી સેવાઓ બદલ અને ગુણવત્તા જાળવવા માટેનું સર્ટિફિકેટ બાલીસણા કેન્દ્રને ૭૨મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી,પોલીસ અધિક્ષકશ્રી અને અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કાયાકલ્પ અને ક્વોલીટી એશ્યોરન્સના સર્ટિફિકેટ અને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
સાબરકાઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ બાલીસણા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ.આર.કે. યાદવ, ડૉ.જ્યોત્સનાબેન તેમની ટીમે આરોગ્ય લક્ષી તમામ સેવાઓ અને આરોગ્ય કેન્દ્રની વિવિધ સંભાળ આરોગ્ય મંત્રાલયની ગાઈડ લાઈન પ્રમાણે કરતાં કેન્દ્રની ટીમે મોનીટરીંગ કરતા કામગીરીની વિવિધ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને તુલનાત્મક અભ્યાસ બાદ શ્રેષ્ઠ કામગીરી માલુમ પડતાં બાલીસણા આરોગ્ય કેન્દ્રને શ્રેષ્ઠ આરોગ્યની ગુણવત્તા સભર કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
આ તમામ શ્રેય ડૉ.આર.કે.યાદવ,મેડિકલ ઓફિસરની કામગીરી અને ટીમની કામગીરીને ફાળે યશ મળતાં જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ડૉ.રાજેન્દ્ર પટેલ ,જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ,જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ ઓફિસર ડૉ.એ.આઈ.મલેક,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.એચ.સોલંકી દ્વારા ડૉ.આર.કે.યાદવ અને બાલીસણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટિમ સહિત તમામ કર્મચારીઓ ને અભિનંદન આપ્યા હતા.
મનુભાઈ નાયી (પ્રાંતિજ)