ઓલપાડનાં દરિયા કિનારે હોમગાર્ડનાં જવાનોએ દારૂની બોટલ માથે મૂકી ફિલ્મી ગીતો પર મારિયા ઠુમકા

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સુરતમાં ઓલપાડનાં ડભારી દરિયાકિનારે હોમગાર્ડના જવાનો દારૂની મસ્તીમાં મસ્ત થઈને બીચ પર પાર્ટી કરતા દેખાય છે ગુજરાતમાં કહેવાતી દારૂનાં લેરી -લાલા ની એક ચોંકાવનારી ઘટનાં સુરત માંથી સામે આવી છે સુરતનાં ઓલપાડ નાં ડભારી દરિયા કિનારે હોમગાર્ડનાં જવાનો દ્વારા ધોળે દિવસે ખુલ્લેઆમ બીચ પર બેસીને દારૂની પાર્ટી કરવામાં આવી હતી એટલું જ નહીં નશામાં ભાન ભૂલેલાં આ જવાનોએ માથા ઉપર દારૂની બોટલ મૂકીને ડાન્સ પણ કર્યો હતો.
જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જોકે આ વીડિયોમાં દેખાતો એક યુવાન સાયણ નાં હોમગાર્ડનાં ઇન્ચાર્જ કમાન્ડિંગ છે જોકે તેમની સાથે ઓલપાડ તાલુકાનાં સાયણ યુનિટ નાં હોમગાર્ડ જવાન છે દારૂના ગ્લાસ આપતો વ્યક્તિ સાયણ યુનિટનો ઇન્ચાર્જ કમાન્ડિંગ છે સાયણ હોમગાર્ડ યુનિટનાં કમાન્ડર અને તેનાં અન્ય જવાનો દરિયાકિનારે દારૂની પાર્ટી કરી નશામાં ચૂર હાલતમાં ભાણ ભૂલી જાઈ ફિલ્મી ગીતો ઠુમકા લેતાં હતાં
રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)