અરવલ્લી : મેઘરજ ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાળ

જિલ્લાના મેઘરજ ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે..સફાઈ કર્મચારીઓ પોતાની છ માંગણીઓ સાથે છેલ્લા 20 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવા છતાં માંગો નહીં સ્વીકારાતા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. 30 જેટલા સફાઈ કર્મચારીઓની પોતાની પડતર માંગણીઓને હડતાળ ત્યારબાદ પ્રતીક આંદોલન બાદ પણ માંગો નહીં સ્વીકારાતા આજે કર્મચારીઓ એ ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની આગેવાનીમાં રક્ત વડે આવેદનપત્ર લખી કલેક્ટરને આપી ન્યાય આપવા વિનંતી કરી હતી.
ઋતુલ પ્રજાપતિ (અરવલ્લી)