ધનસુરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તંત્ર ધ્વારા તૈયારીઓ શરુ

અરવલ્લીસ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ને લઈ ધનસુરા તંત્ર ધ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે ધનસુરા માં તાલુકા પંચાયત ની ૧૮ અને જિલ્લા પંચાયત ની ૪ સીટો માટે ચૂંટણી યોજાવાની છે.ધનસુરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર ચેતનસિંહ ઝાલા ના માર્ગદર્શન માં વિવિધ કામગિરી શરુ કરવામાં આવી છે તંત્ર ધ્વારા મતદાર યાદી તૈયાર કરવી તેની ચકાસણી કરવી,પોલિંગ સ્ટાફની નિમણૂક કરવી,ઝોનલ ઓફિસર ની નિમણૂક તેમજ અન્ય ચૂંટણી લક્ષી કામગિરી શરુ કરવામાં આવી છે ધનસુરા તાલુકા માં 113 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે જેને લઈ ધનસુરા મામલતદાર ચેતનસિંહ ઝાલા ના માર્ગદર્શન હેઠળ હાર્દિકભાઈ પટેલ નાયબ મામલતદાર ચૂંટણી,મહિપાલસિંહ રાઓલ કારકૂન ચૂંટણી,ભૌમિક પટેલ રેવન્યૂ તલાટી,ઈર્શાદભાઈ સુથાર કોમ્પ્યુટર ઓપરેટર,જયદીપ,જય આર શાહ તૈયારી શરુ કરી છે.
રિપોર્ટ : યાજ્ઞિક પટેલ