સુરત : શાકમાર્કેટમાં પાથરણાવાળાઓએ વરાછા ઝોન ઓફિસે હોબાળો કર્યો

સુરત મહાનગરપાલિકાનાં વરાછા ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી થતાં દબાણ કરનાર ફેરિયાઓ વરાછા ઝોન ઓફિસ પર મોરચો લઈ આવ્યાં હતાં સીતાનગર ચાર રસ્તા પર ફરી પાથરણાવાળા એ બેસવાની માંગ કરી હતી સુરત મહાનગરપાલિકાનાં વરાછા ઝોનમાં સીતાનગર ખાતે ચાર રસ્તા પર લાંબા સમયથી શાક માર્કેટ ભરાય છે બ્રિજ નીચે પે એન્ડ પાર્ક શરૂ કરવામાં આવ્યું છે.
પે એન્ડ પાર્કમાં શાકભાજી માર્કેટ ચાલુ રહેતાં સ્થાનિકોએ ફરિયાદ કરી હતી જેને કારણે મહાનગર પાલિકાએ દબાણો દૂર કરીને પે એન્ડ પાર્ક શરૂ કરાવ્યું છે મહાનગર પાલિકાના દબાણ હટાવી દેતાં આજે ૧૦૦ જેટલા પાથરણાવાળા ઓ વરાછા ઝોન ઓફિસ પર મોરચો લઈને ગયાં હતાં તેઓએ સીતા નગર ચાર રસ્તા ઉપર પાથરણાવાળા ને બેસવા દેવા માટે માંગણી કરી હતી.
રીપોર્ટ : સુનિલ ગાંજાવાલા (સુરત)