અંબાજીમાં માતાજીને સોનાના થાળમાં રાજભોગ ધરાવામાં આવ્યો

અંબાજી પોષ સુદ પૂર્ણિમા ના દિવસે માતાજીનો પ્રાગટ્યોત્સવ ખુબજ સાદગી રીતે ઉજવવા માં આવ્યો છે કોરોના મહામારીનું ગ્રહણ માતાજીના પાટોત્સવ પાર જોવા મળ્યું હતું આજના દિવસે માતાજી હાથી ઉપર બિરાજમાન થઇ નગર યાત્રા એ નીકળતા હોય છે ને સાથે સ્થાનિક શૈક્ષણિક વિવિધ સંસ્થાઓ ના બાળકો દ્વારા બે દિવસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોં જ નહીં પણ આજના દિવસે યાત્રિકો મંદિર ટ્રસ્ટ દ્વારા આપતું નિઃશુલ્ક ભોજન તેમજ મંદિર માં શ્રદ્ધાળુઓ વહેંચાતું સુખડીનો પ્રસાદ વહેંચવાનો કાર્યક્રમ પણ રદ્દ કરાયો હતો.
જોકે માતાજી ના દરબાર માં પરંપરા મુજબ મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસીયલ ડિસ્ટન્સ સાથે મર્યાદિત યજમાનો ને બેસાડવામાં આવ્યા હતા આજે એક અતૂટ શ્રદ્ધા લઈ ગબ્બરગઢથી અખન્ડ જ્યોતથી જ્યોત પ્રગટાવીવાજતે ગાજતે લાવવામાં આવી હતી ધાર્મિક ઉત્સવ પૂજા અર્ચન સહીત આરતી પણ ઉતારવામાં આવી હતી જોકે પોષસુદ પૂર્ણિમાના પ્રાગટ્યોત્સવ લઈ વિવિધ કાર્યક્રમો ઉપર કોરોનાની અસર જોવા મળી હતી જેની અસર શ્રદ્ધાળુઓ ઉપર પણ જોવા મળી હતી અને ભક્તોનું ભલું કર્યું હતું પૃથ્વી ઉપર વ્યાપેલ વિનાશક દુષ્કાળ સમય માતાજીના આશીર્વાદથી ધન ધન્ય અને પુસ્કળ પ્રમાણ માં શાકભાજી ઉત્પન્ન થયા હતા.
જેને લઈ આ પૂનમ ને સાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે વહેલી સવાર થી અંબાજી મંદિર માં યાત્રિકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને અનેક ધજાઓ માતાજીના શિખરે ચડતી જોવા મળી હતી હાલના પોષ માસમાં પાકતા ધન ધન્ય અને શાકભાજી માંથી બનાવેલા વિવિધ વ્યંજનો સાથે મીઠાઈઓ અને શાકભાજીનું 56 ભોગનુ અન્નકૂટ માતાજીના સન્મુખ ધરાવી માતાજી રીઝવવા ના પ્રયાસ કરાયા હતા માતાજીના પ્રાગટ્યોત્સવ લઈમાં અંબા સોનાના થાળમાં રાજભોગ ધરાવામાં આવ્યો હતો બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી જેનો લાભ શ્રદ્ધાળુઓ એ લીધો હતો. જોકે આજે કોરોના મહામારીના કારણે અંબાજીમાં નીકળતી શોભાયાત્રા પણ મુલત્વી રખાઈ હતી જેના પગલે યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો.