આદર્શ હાઇસ્કૂલમાં એકતા મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ

કડી કરણનગર રોડ ઉપર આવેલ આદર્શ હાઇસ્કૂલમાં એકતા મિત્ર મંડળ દ્વારા વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આદર્શ હાઇસ્કૂલના 200 થી પણ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને એકતા મિત્ર મંડળ દ્વારા વિના મૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકતા મિત્રમંડળના સરોજબેન પટેલ, પલક પટેલ, કવચ પટેલ તથા આર્દશ હાઇસ્કુલ ના પ્રિન્સિપાલ ઉપસ્થિત રહ્યાં હતાં.