કડીના હરિપુરા ગામની સીમમાં આવેલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

કડી તાલુકાના હરીપૂરા ગામની સીમમાં આવેલ જે બી ટેકટેક્સ નામની કંપનીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી.આગમાં કંપનીનો શેડ અને માલ બળીને ખાખ થયી જતા માલિકોને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાનું અંદાજ જોવા મળી રહ્યો છે. હરીપૂરા ગામની સીમમાં વુવન પ્રોડક્ટ્સ અને ફાયબર બનાવતી જે બી ટેકટેક્સ નામની કંપનીમાં બુધવારના રોજ સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.કંપનીના શેડ -2 માં આગ લાગતા કંપનીમાં નાસભાગ મચી જઈ હતી.
કંપનીના સંચાલકોએ કડી ફાયરબ્રિગેડને જાણ કરતા કડી પાલિકાના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા કામે લાગી ગયા હતા. કંપનીમાં પડેલો માલ સામાન બળીને ખાખ થયી ગયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થયી નહોતી. ખાનગી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીમાં છેલ્લા કેટલાક સમયમાં ત્રીજી કે ચોથી વાર આગનો બનાવ બનતા કંપનીના સંચાલકો ઉપર શંકા પેદા થયેલી જોવા મળે છે તે ઉપરાંત કંપનીમાં ત્રણ થી ચાર વખત આગ ના બનાવ બનવા છતાં કંપનીમાં ફાયર એન્ડ સેફટીની કોઈ સુવિધા જોવા મળતી નહોતી.