સુઈગામ તાલુકાના ગામમાંથી 80 બોટલ દારૂ મળી આવ્યો

બનાસકાંઠા જિલ્લામાં દારુનાં વેચાણ કરનાર સામે પોલીસ દ્વારા લાલ આંખ કરી છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ તાલુકાના પોલીસે દારુ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી હતી જોકે મોરવાડા ગામ બાજુ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતાં પોલીસે ધ્રેચાણા ગામમાં તપાસ હાથ ધરતા ખેતરમાંથી દારુ મળી આવ્યો હતો. જોકે ખેતરના માલિક હિરાભાઇ રામાભાઈ ઠાકોરનાં ખેતરમાં તપાસ કરતા ૮૦ બોટલ જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. હિરાભાઇ નાસી જવા પામ્યા હતા. સુઈગામ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.