ભોરડુ ગામમાં શેણલ માતાજી મંદિરે ચોરીનો પ્રયાસ

બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટના ઓ વધતી જોવા મળે છે મંદિરોને તસ્કરો નિશાન બનાવી રહ્યા છે મંદિરમાં લાગેલા કેમેરાનો ડર ચોરોમાં રહેલો નથી તેવું સાબિત થાય છે થરાદ તાલુકાના ભોરડુ ગામમાં આવેલા શેણલ માતાજીના મંદિરે ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે મંદિરનો મુખ્ય દરવાજો ખોલવામાં સફળતા મળી ન હોવાથી ચોરી થતી અટકી જવા પામી હતી. દરવાજો તોડતા ચોરો કેમેરામાં કેદ થતાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. સીસી કેમેરા ની મદદથી ચોરોની ઓળખ માટે તપાસ હાથ કરવામાં આવી રહી છે.