રાહ ખાતે સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં આવેલા રાહ ગામ ખાતે ધ નેશનલ સ્કૂલ રાહમાં રક્તદાન કેમ્પનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલ જેમાં નેશનલ સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટરશ્રી નરપતસિંહ વાઘેલા જગદીશભાઈ પટેલ.ગોવિંદભાઇ ચૌધરી. ભાજપ મહામંત્રી થરાદ તાલુકા શ્રી હરચંદભાઈ ઠાકોર..તેમજ 108 એમ્બ્યુલન્સ વાહન સાથે ઇમરજન્સી સ્ટાફ તેમજ બ્લડ બેન્ક સમગ્ર સ્ટાફ અને રાહ ગામના આગેવાનો હાજર રહી ખૂબ જ સારી રીતે 30 બોટલ રક્તદાન કરી વ્હાઈટ ક્રોસ બ્લડ બેંકમાં અર્પિત કરવામાં આવેલ તેમજ બ્લડ બેક તરફથી દરેક રક્તદાતાને એક ઘડિયાળ અને સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવેલ. દરેક રક્તદાતાને નેશનલ સ્કૂલ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જનકસિહ વાઘેલા (થરાદ)