થરાદમાં દારુ પી ને તમાશો કરતા દારૂડીયાને ઝડપી લેવાયો
થરાદ શહેરમાં દારુ પીને ધોળાં દિવસે ધમાલ કરતા દારુડીયા મળી આવે છે અગાઉ બજારમાં ધમાલ મચાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આજે ફરી એક દારુડીયો ઝડપાઈ જવા પામ્યો છે. જે શિવનગર થરાદ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ જવા પામ્યો હતો. જે થરાદ તાલુકાના શિવનગર વિસ્તારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જેનું નામ મનસુખ ભાઇ રાઠોડ હોવાનું જણાવ્યું હતું. જેના વિરૂધ્ધ થરાદ પોલીસ દ્વારા ૬૬ (બી), ૮૧એ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.