બોટાદ : રાણપુરના ધારપીપળા ગામે બજરંગદાસ બાપાની તિથિની ઉજવણી

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે બજરંગદાસ બાપાની 15 મીવાર તીથીની ઉજણવી મઢુલીવાળા મહાદેવના ઉત્સવ પ્રસંગે સર્વજ્ઞાતિના 61 દિકરી-દાકરા ના સમૂહ લગ્ન યોજાયા જેમાં સાધુ સંતો,આગેવાનો સહીત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાણપુર તાલુકાના ધારપીપળા ગામે દર વર્ષે પરંપરાગત બજરંગદાસ બાપાની તિથીવાર અને મઢુલીવાળા મહાદેવ ના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે આ ઉત્સવ દરમ્યાન છેલ્લા પાંચ વર્ષથી સર્વજ્ઞાતિના ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આજરોજ તારીખ-૨,૨,૨૦૨૧ ને મંગળવારના રોજ બજરંગદાસ બાપાની ૧૫મી વાર તીથીની ઉજવણી તથા મઢુલીવાળા મહાદેવના ઉત્સવ પ્રસંગે સર્વજ્ઞાતી ના ૬ સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ૬૧ દિકરી-દિકરાના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા.
આ પ્રસંગે લિંબડી મોટા મંદીરના મહંત પુજ્ય લલિત કીશોરશરણજી મહારાજ,અમરધામ છલાળાના ભક્ત ભુષણ જનકસિંહ સાહેબ,દામનગર ના મહંત પુજ્ય ભક્તગીરી માતાજી સહીતના સાધુ સંતો તેમજ આગેવાનોની ઉપસ્થિતીમાં આ સમૂહ લગ્ન યોજાયા હતા. આ પ્રસંગે બાપા સીતારામ,શિવજીની અને હનુમાનદાદાની શોભાયાત્રા ધારપીપળા ગામમાં ફરી હતા.સમૂહ લગ્નનના મુખ્ય દાતા સિધ્ધરાજભાઈ જીવાભાઈ કળોતરા દ્રારા ૧,૧૧,૧૧૧ રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા.જ્યારે સમૂહ લગ્નમાં વિવિધ દાતાઓના સહયોગથી ૬૧ કન્યાઓને ૭૩ કરતા વધુ વસ્તુઓ આણા માં આપવામાં આવી હતી.આ સમૂહ લગ્નના ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં માણસો ધારપીપળા ગામે ઉમટી પડ્યા હતા.આ સમગ્ર ઉત્સવ અને સમૂહ લગ્ન સમસ્ત ધારપીપળા ગામલોકો આયોજન કરવામાં આવ્યુ હતુ.
રિપોર્ટ : વિપુલ લુહાર (રાણપુર)