રાજકોટ : ભાજપે ગેરશિસ્ત બદલ 2 આગેવાનને કર્યા સસ્પેન્ડ

રાજકોટ શહેરમાં ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો છે. ઉમેદ્વારોની યાદી જાહેર થયા બાદ હોબાળો મચાવતા ગેરશિસ્ત બદલ ૨ આગેવાનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા ૨ આગેવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. વોર્ડ નંબર-૧૪ના ભાજપ પ્રમુખ અનિષ જોશી અને વોર્ડ નંબર-૧૭ના આગેવાન નરેન્દ્ર રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. મહત્વનું છે કે, ટિકિટમાં અનિષ જોશીનું નામ કપાઈ જતા તેઓ ભાજપ કાર્યાલય ખાતે ઉશ્કેરાઈ ગયા હતાં. રાજકોટ શહેર ભાજપ પ્રમુખને ગાળો ભાંડી ઝઘડો કર્યો હતો. જેથી આખરે બન્નેને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)