માતાનાં ચરણ દુધથી પખાળવાનો સોનેરી અવસર મારા માટે અમૃતપાન છે : હાર્દિક હુંડીયા

આ માતૃસમ્માન સમારોહ માં ૧૦૯ વર્ષ અને ૧૦૫ વર્ષ નાં માતાજીઓ ની સાથે સાથે અનેક માતાઓ નાં સમ્માન નો અવસર અને સૌભાગ્ય પ્રાપ્ત થયેલ છે.
માઁ માટે શું લખું ?
માઁ એ ખુદ મને લખ્યો છે . આ વાત જણાવતા સ્ટાર રિપોર્ટ નાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડીયા જી એ જણાવ્યું કે અમે ૧૭ તે માતાજી ઓ નું સન્માન કરેલ છે જે દેશ માટે અનમોલ પ્રેરણા આપી રહ્યા છે. સદી નાં મહાનાયક અમિતાભ બચ્ચનજી એ તેમના સંદેશ માં જણાવ્યું કે માતાઓ નાં સમ્માન સમારોહ માટે મારી હાર્દિક શુભકામનાઓ છે. મહારાષ્ટ્ર નાં ગૃહમંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે હાર્દિક હુંડીયા અનેક સામાજિક કાર્ય કરે છે . તેમના માતા ઓ નાં કાર્યક્રમ માટે હાર્દિક બધાઇ આપું છું. રાજસ્થાન નાં મુખ્યમંત્રી અશોક ગહલોતે તેમના પાઠવેલ સંદેશ માં જણાવ્યું કે સ્ટાર રિપોર્ટ નાં સકારાત્મક સમાચાર માટે અભિનંદન. આપું છું .
મહારાષ્ટ્ર નાં પૂર્વમંત્રી રાજ કે પુરોહિતજી એ જણાવ્યું કે ઈશ્વર ને કોણે જોયા છે? માતા નું સમ્માન એજ ઈશ્વર નું સમ્માન છે. ભારતીય ક્રિકેટ ટીમ નાં વિશ્વ પ્રસિદ્ધ ખેલાડી દિલીપ વેંગસરકરે તેમના સંદેશ માં જણાવ્યું કે માતા નો ત્યાગ, તેમનો પ્રેમ , તે માટે આપને શું કહું ?માતા ઓં નાં સમ્માન નું અનમોલ કાર્ય તમારા હાથે થતું રહે તેવી ઈશ્વર ને પ્રાર્થના કરું છું . વિશ્વપ્રસિદ્ધ કવિ , લેખક અને કલાકાર શૈલેશ લોઢા એ જણાવ્યું કે માતા નાં કષ્ટ, ત્યાગ અને બલિદાન હેતુ તેમના ચરણોમાં કોટી કોટિ પ્રણામ. પાશ્વગાયક અમન ત્રિખા એ જણાવ્યું કે માઁ ભગવાન નું રૂપ છે.
ભગવાન બધી જગ્યાએ જઈ શકતા નથી તે માટે તેઓએ માતાનું સર્જન કર્યું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નાં કલાકાર શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ જીએ જણાવ્યું કે હાર્દિક હુંડીયા ના આ વિચાર ને હું સલામ કરુ છું . તેઓ દ્વારા માતા ઓ નો જે કાર્યક્રમ આયોજિત કરેલ છે તે અદ્દભુત છે . ફિલ્મ કલાકાર મુકેશ ઋષિ એ કહ્યું કે હાર્દિક હુંડીયા નાં આ માતા ઓના કાર્યક્રમ થી કોઈ ને કોઈ એક શીખ જરૂર મળે છે . માઁ તો બસ માઁ છે . હાર્દિક હુંડીયા ની એક ખૂબી છે કે આ માતા ઓ સાથે તેમનો કોઇ લોહી નો સંબધ નથી પરતું તે છંતા તેઓ માતા ઓ ને પાલખી માં બેસાડી ને તેમના પગ દુધ થી ધોઈ ને તેમનું સમ્માન કરે છે .
૧૦૯ વર્ષ માં પ્રવેશ કરવા વાળા આદરણીય મીઠાબેન ગાંગજીભાઈ શાહ પરમ ધર્મ પરાયણ છે. નિયમિત પ્રતિક્રમણ , આને ચૌવિયાર ની સાથે ધર્મ ની સાધના કરે છે. સ્વસ્થ જીવન હઁસતો ચેહરા વાળા બહુ જ મીઠડા છે આ માઁ . જીવન ને જીવવા ની જીજીવિષા કદાચ આને જ કહી શકાય કોરોના જેવી ભયાનક બિમારી ને ૧૦૫ વર્ષ ની ઉંમર માં હરાવી ને આદરણીય માતાજી શાંતાબાઈ ગણપત હુલાવલે અંગ્રેજી હકુમત સામે પણ ઝુકી નથી . આટલી મૌટી ઉંમર માં પણ દેશ ની સંસ્કૃતિ ને નથી ભુલતી તેથી જ તો રાખે છે માથે ઓઢી ને સાડી ના પાલવ તાજ . પ્રભુ ભક્તિ અને ભજન મય જીવન જ છે આધાર . ભક્તિ ની ગંગા માં મસ્ત રહી ને આદરણીય ભજન સમ્રાટ માઁ વિજ્યા બા રામજી ભાઈ પરમાર જીવન ને ઉત્સવ ની જેમ જીવે છે . ગીતા રામાયણ નાં જ્ઞાન સાથે હસતા હસાવતા જીવન નો કરે છે ગુલાલ. કુરમ કુરમ લિજ્જત પાપડ નાં જાયકા નાં પ્રણેતા અને જનની ૯૪ વર્ષ નાં જસવંતીબેન જમનાદાસ પોપટ એક સશક્ત નારીશક્તિ ની જીવંત મિસાલ છે. ૭ મહીલાઓ સાથે પ્રારંભ કરવામાં આવેલ ગૃહઉધ્ધોગ આજે પુરા દેશ માં ૮૨ શાખા માં મહિલા ઓને રોજગાર આપી રહી છે.
દેશની રક્ષા માટે પોતાના જીવ નું બલિદાન આપી ને વિરયોધ્ધા મેજર કૌશ્તુભ રાણે વિરગતિ પામ્યા. બે વખત સેના મેડલ થી સમ્માનિત વિરયોધ્ધા નાં માતુશ્રી જ્યોતિ બેન પ્રકાશજી રાણે આપને દેશ નમન કરે છે. દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપી ને દેશ ની રક્ષા કાજે વિરગતિ ને પામનાર વિરયોધ્ધા શશીધરન નાયર જેવા વિરયોધ્ધા દિકરા ને જન્મ આપનારી માતા લતા બેન વિજય નાયર આપને કોટિ કોટિ પ્રણામ. સંગીત જગત અને ગાયકી નાં જાદુગર પાશ્ચ ગાયક સબાબ સાબરીને જન્મ આપનાર માતાજી જેને કારણે તેઓ ને સફળતા મળી છે. આદરણીય કુસુમ બેન જીવણલાલ જી લખાણી એક લોખંડી મહિલા ની જેમ પરિશ્રમ થી પોતાના સંતાન ને મોટા કરી ને એડવર્ટાઝીંગ ની દુનિયા હીરા ની જેમ ચમકી ને તેનાં બેતાજ બાદશાહ બ્રાઈટ વાળા યોગેશ લખાણી નાં ભાગ્ય વિધાતા બન્યા છે . કોરોના કાળ માં કોરોના સંક્રમિત એકપણ દર્દી નો એક રૂપિયો પણ લીધા વગર સેવા આપનાર બાહોશ ડોકટર ગૌતમ ભણસાલી ને જન્મ આપનારી પાલી નાં માતા પુષ્પા દેવી ભણસાલી નું પણ માતૃસમ્માન કરવામાં આવ્યું.
કેટલાય તોફાન આવ્યા , અંધકાર આવ્યો જીવન ની કપરી પરિસ્થિતિમાં પણ જીવન ને હિંમત ભેર ટકાવી ને દરેક તકલીફ નો સામનો કરીને પોતે સક્ષમ બન્યા , ભણ્યા અને શારીરિક રીતે વિકલાંગ પુત્ર ને પણ પોતાની જેમ ડોક્ટર બનાવી ને પગભર કરનાર આદરણીય માતા ડો. ફાતિમા બેન જેતપુર વાળા નું માતૃસમ્માન કરવામાં આવ્યું . જીવદયા અને અબોલ જીવો માટે અનુકંપા રાખનાર આદરણીય માતાજી મોહિની બેન ચુનીભાઈ શાહ ગાયમાતા ની સેવા ને જ ધર્મ માને છે. પોતાના પુત્ર ને વિદેશ માં ભણાવ્યો પણ દેશ ની સેવા કરવાનાં સંસ્કાર આપ્યા . સમાજસેવી પુત્ર મહાવીર ને જન્મ આપનારી માતા ને વંદન . ભારતીય સિનેમા જગતમાં તીતલી ઉડી ઉડકર ચલી જેવા અનેક કર્ણપ્રિય ગીતો ને માતાજી શારદા રંજન આયંગર જી એ અમર કરી દીધા છે . આદરણીય કૌશલ્યાબેન ધનસિંગજી મીણા સેવા , સુસુશ્રા અને પુરુષાર્થ નું બીજું નામ છે .વિરેન્દ્ર સિંગ ગુણાવત જેવા નીડર પત્રકાર ને જન્મ આપનારી માતાએ પોતાના ગામની સંસ્કૃતિ , અને માટી થી જીવન ને જોડી ને રાખેલ છે . લગ્ન કરી ને ડોળી માં બેસી ને જે ગામ માં આવ્યા છે તે ગામ માં જાતમહેનત કરી ને અનાજ ઉગાડી રહ્યા છે .
આદરણીય માતા શંકુતલાબેન મોહનલાલ જી વર્મા એ પોતાના માટે અને પરિવાર માટે આતંરડા નાં ગંભીર કેન્સર ની લડાઈ કોરોના નાં ભયંકર વાતાવરણ માં લડી , આ હિંદ ની નારી છે , લોકડાઉન માં એક તરફ બધું જ બંધ તે સમયે પોતાના બાળકો માટે આ ભયાનક બિમારી અને કોરોના ની સામે જંગ લડી ને જીતી ને આવી આ માઁ . આદરણીય માતાજી તરૂબેન મહેન્દ્ર ભાઈ શાહ રસોઈ ઘરના રાણી છે . ધર્મમય જીવન જ અને સમાજસેવા માં સદાય સક્રિય રહી ને ગુજરાત નાં કર્ણાવતી નગરી માં ગરબા અને સંસ્કૃતિ ની ગરીમા તે છે તેમની ઓળખાણ .આદરણીય માતા જ્યોતિ બેન દિનેશચંદ્ર શાહ આપના ઉપર ગર્વ છે . પીનાકીન શાહ જેવા પરમ સંસ્કારી અને જીવદયા પ્રેમી પુત્રરત્ન ને જન્મ આપી તેમના માં સંસ્કાર નું સિંચન કરેલ છે . આદરણીય માતાજી અને ભાગવતાચાર્ય રંજનબેન ભુપેન્દ્ર ભાઈ જોશી પરમ ધર્મ પરાયણ છે ભાગવત સપ્તાહ દ્રારા ધર્મ નો પ્રચાર અને પ્રસાર કરે છે .ગૌરવવંતી ગુજરાત નાં કર્ણાવતી નગરી માં ધર્મ નું વાતાવરણ નિર્મિત કરી રહ્યા છે .
ઓ ..બા..માઁ સમ્માન નાં આયોજક અને સ્ટાર રિપોર્ટ નાં પ્રધાન સંપાદક હાર્દિક જી હુંડીયા એ જણાવ્યું કે ઓ..બા.. માઁ..સમ્માન સમારોહનું આયોજન દેશ ના ખૂણે ખૂણે કરીશું . ઓ..બા..માઁ કાર્યક્રમ માં સંગીતકાર નરેન્દ્ર વાણીગોતા એ સંગીત અને સૂરો નાં જાદુગર , સંગીત અને ગાયકી થી સંગીત પ્રેમી ઓ નું દિલ જીતી લીધું તેઓ દ્વારા ભગવાન ની ભક્તિ અને સંગીત થી લોકો નાં દિલ જીતી લીધા હતા .આ કાર્યક્રમમાં ધાનેરા ડાયમંડ વાળા વિનોદ અજબાણી ,મહારાષ્ટ્ર નાં પૂર્વ મંત્રી રાજ કે પુરોહિત ,પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી આશિફ કુરૈશી , યોગેશ દુબે , નવનીત પ્રકાશનવાળા બિપિન ગાલા , રાજકુમાર દુબે , વસંત ગલિયા , મહેશ ઠક્કર , કિશોર ખાબિયા સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત હતા . આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સુનિતા હુંડીયા , રશ્મિ દવે , પુજા તિવારી , બીના પરમાર , જાહ્નનવી શિરવાડકરે ભારે જહેમત ઉઠાવી હતી .
ઓ ..બા..માઁ માતૃસમ્માન સમારોહ માં દરેક આદરણીય માતાજી ઓને પાલખી માં બેસાડી ને ઢોલ તાસા નગાડા થી આગમન કર્યા બાદ માતાઓને રાજ સિંહાસન ઉપર આસીન કરીને હાર્દિક ભાઈ અને સુનીતા બેન હુંડીયા એ માતા ઓના પગ દુધ અને પાણી થી ધોઈ ને તેમને હાથ માં શ્રીફળ ,સુવર્ણ પુષ્પ આપી ને તિરંગો દુપ્પટો પહેરાવી ટ્રોફી આપી ને સમ્માન કરીને આ અલૌકિક અવિસ્મરણીય સમારોહ માં પધારેલ દરેક માતા નાં આર્શીવાદ હાર્દિક ભાઈ એ લીધા હતા .