બોટાદ હેડ કવાર્ટર ખાતે લોકરક્ષક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તાલીમાર્થીઓને યોગાની તાલીમ

હર્ષદ મહેતા પોલીસ અધિક્ષક બોટાદના માર્ગદર્શન અને સુચના મુજબ હાલમાં બોટાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નવા ભરતી થયેલ મહિલા લોકરક્ષક તાલીમાર્થિનીઓની તાલીમ ચાલી રહેલ છે. મહિલા લોકરક્ષકોની તાલીમ દરમ્યાન તેઓને યોગ્ય વ્યવસાયી કૌશલતા પ્રાપ્ત થાય તે હેતુથી કાયદા અને નિયમોના જ્ઞાન સાથે સશક્ત શરીર, સ્વસ્થ મન સાથે શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજીક અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય એ માટે તમામ પાસાની સખત અને સઘન તાલીમ આપવામાં આવી રહી છે.
જેના ભાગ રૂપે પુસ્તકના વિષયવસ્તુના જ્ઞાન સાથે વિવિધ સમાજ સેવાની પ્રવૃત્તિઓ તથા આઉટ ડોરની પ્રેક્ટીકલ તાલીમનું સતત આયોજન કરવામાં આવે છે.મહિલા પોલીસ લોકરક્ષક તાલીમાર્થિનીઓના શરીર અને મનના સ્વાસ્થ્ય માટે તા. 20/02/2021 અને તા. 21/02/021 એમ બે દિવસના યોગ શિક્ષણનું આયોજન કરવામાં આવેલ છે. બોટાદના જાણીતા યોગા ટ્રેઈનર જલ્પાબેન ચાવડા એ ખાસ હાજર રહી તાલીમાર્થિનીઓને યોગ શિક્ષણ પુરૂ પાડેલ હતું.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આર.એસ.આઈ. એ.જી. મકવાણા ની સીધી દેખ રેખ હેઠળ એ.ડી.આઈ.ઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ હતું..
વિપુલ લુહાર