મોરબી : વાંકાનેર પાલિકાના ભાજપના ઉમેદવાર સોમાણીને કોરોના પોઝીટીવ

મોરબી જિલ્લામાં હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે દરમ્યાન મોટી સંખ્યામાં લોકોના મેળા થતા હોય છે ત્યારે મોરબી જિલ્લાની અંદર ભાજપના એક ઉમેદવારને કોરોના પોઝીટીવ આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે અને આગામી દિવસોમાં હજુ કદાચ મોરબી જિલ્લાના કોરોના નવા કેસ સામે આવે તો નવાઈ નથી.
મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા, એક જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની કુલ મળીને ૨૩૦ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેનું મતદાન આગામી તારીખ ૨૮ ના રોજ મતદાન થવાનું છે જો કે, વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો વાંકાનેર નગરપાલિકાના વોડ નંબર-૫ ના ભાજપના ઉમેદવાર રાજ સોમાણીને ચૂંટણી પ્રચાર દરમિયાન હાલમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તે માહિતી મળી રહી છે અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકો એકબીજાને મળ્યા હોવાથી કોરોના પોઝિટિવની સંખ્યા જે હમણાં કેટલા દિવસોથી કંટ્રોલમાં હોય તેવું જોવા મળતું હતુ તેને બદલે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવે તો નવાઈ નથી.
રીપોર્ટ : જનક રાજા, મોરબી