દેશની સાથે ધોખાધડી કરનારાઓને મોદી સરકાર નહીં છોડે : હાર્દિક હુંડીયા

દેશ સાથે કરોડો રૂપિયા નું ગબન કરી ને ભાગી જનારા નીરવ મોદી નાં પ્રત્યાપર્ણ મામલે બ્રિટન ની અદાલત નાં મહત્વપૂર્ણ ચુકાદા પછી તેને ભારત લાવવા નો રસ્તો બિલકુલ સાફ થઈ ગયેલ છે. નીરવ મોદી નાં પ્રત્યાપર્ણ ની સામે નો કેસ હારી જતાં તેને હવે ભારત પરત લાવવા માટે પ્રશાસન પોતાના સ્તર પર તૈયારીઓ કરવા લાગેલ છે. નીરવ ને ભારત માં કંયા અને કેવી રીતે સુરક્ષિત રાખી શકાશે તે બાબતે વાટાઘાટો ચાલુ છે.
સુત્રો નાં આધારે નીરવ ને મુંબઈ માં આર્થર રોડ જેલ માં બનેલ એક સ્પેશ્યલ સેલ માં રાખવામાં આવશે . હિરાવ્યાપાર થી જોડાયેલ અને હિરા એકસ્પર્ટ હાર્દિક હુંડીયા એ નીરવ ને ભારત લાવવા બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓને ભારત ની કાનુન વ્યવસ્થા ની ઉપર જેટલો ભરોસો છે તેટલો જ ભરોસો બ્રિટન ની કાનુન વ્યવસ્થા ઉપર પણ છે. હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે નીરવ ને આવનારા સમય માં ખૂબ જ જલ્દી ભારત લાવી ને તેની પાસે પૈસા ની વસુલી કરી ને બેંક માં પૈસા જમા કરાવવા માં આવશે . જેથી કરીને ભારત ની બેંક નાં પૈસા દેશ નાં નાગરિકો ને મળી શકે .
જે પૈસા નીરવ જેવા ભગોડીયા દેશ સાથે દેશદ્રોહ કરી ને દેશ નાં કરોડો રૂપિયા લઈ ને ભાગી ગયેલ હતા. વધુ માં હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે બંને દેશ એકબીજા ઉપર આરોપ પ્રત્યારોપ કરવાનું છોડી ને જલ્દી આ સમસ્યા નું નિરાકરણ કરી ને તેનો નિકાલ કરે. હાર્દિક હુંડીયા એ નીરવ બાબતે કોર્ટ માં આવેલ ફેંસલા બાબતે જણાવ્યું કે દેશ ની સાથે ગદ્દારી કરનારા સાથે આવો જ વ્યવહાર કરવો જોઇએ. આપણને સૌને આપણી કેન્દ્ર ની સરકાર મોદી સરકાર ઉપર પુરો ભરોસો છે. તેઓ દેશ ના ગદ્દારો ને નહીં છોડે.
નીરવ જેવા લોકો ની દુર્દશા જોઈને હવે હિરા બજારમાં ધપલા કરી ને વિદેશ ભાગી જવા નાં બાબતે લોકો માં ડર બેસી જશે. અંહી એક વાત યાદ રાખવા જેવી છે કે નીરવ મોદી નાં કથિત પીએનબી બેંક ના કરોડો રૂપિયાનાં ગોટાળા નો ખુલાસો થયો તે સમયે કોંગ્રેસ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરેલ. પરતું નીરવ મોદી એ બેંક થી કરોડો રૂપિયા લીધા તે સમયે સરકાર કોંગ્રેસ ની હતી. આ બાબતે હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે બંને પાર્ટી એક બીજા ઉપર આરોપો લગાડવાનું છોડી ને નીરવને જલ્દી દેશ પરત લાવી ને તેની પાસે થી દેશ નાં પૈસા વસુલ કરવાનું કામ કરે. જેથી દેશ નાં પૈસા દેશ ને મળી જાય.