શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શન 8 થી 13 માર્ચ સુધી બંધ

- 6 દિવસ માટે મંદિર ભક્તો માટે બંધ રહેશે
- ભક્તો માટે ઓનલાઇન દર્શનની સુવિધા શરૂ કરવામાં આવી
- ચૈત્રી નવરાત્રી પુર્વે આગોતરૂ આયોજન કરવા માટે પાવાગઢ શક્તિપીઠ બંધ કરવાનો નિર્ણય લેવાયો
ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર આવતું હોય છે. જેની પુર્વ તૈયારીઓના ભાગ રૂપે મંદિરના સંચાલકો દ્વારા 8 – 13 માર્ચ સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 14 માર્ચથી મંદિર રાબેતા મુજબ ચાલુ થશે. પાવાગઢ મહાકાળી માતાજી મંદિરનું સંચાલન શ્રી કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટના સંચાલકો દ્વારા તાજેતરમાં એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે.
અખબારી યાદીમાં જણાવાયું છે કે, આગામી ચૈત્રી નવરારીમાં માતાજીના ભક્તોને કોઇ અગવડ ન પડે અને સુચારૂ રૂપથી માઇ ભક્તો દર્શન કરી શકે તે માટેના આગોતરા આયોજનના ભાગરૂપે મંદિર 8 માર્ચ, 21 થી 13 માર્ચ, 21 સુધી બંધ રાખવામાં આવશે. છ દિવસ માટે માતાજીના દર્શન માઇ ભક્તો માટે બંધ રહેશે. 14 માર્ચ, 21 ના રોજ રવિવારથી માતાજીના દર્શન રાબેતા મુજબ ખુલશે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)