રાણપુરના કુંડલી ગામની ઉતાવળી નદીમાં સૌની યોજના હેઠળ નર્મદા મૈયાના નીરનું આગમન

- તાલુકા પંચાયતની કુંડલી બેઠકના વિજેતા થયેલા વિનોદભાઈ સોલંકી સહીત ભાજપના આગેવાનોના પ્રયત્નો થી કુંડલી ગામની ઉતાવળી નદીમાં નર્મદાનુ પાણી છોડવામાં આવતા ખેડુતોમાં ખુશી ફેલાઈ.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામના અને ગુજરાત પ્રદેશ ભાજપના યુવા નેતા અને હાલમાં જ રાણપુર તાલુકા પંચાયતની બેઠક ઉપર વિજેતા થયેલા વિનોદભાઈ સોલંકી સહીત ભાજપના આગેવાનોના પ્રયત્નથી કુંડલી ગામની ઉતાવળી નદીમાં નર્મદા નું પાણી છોડવામાં આવતા કુંડલી ગામલોકોમાં અને ખેડુતોમાં ખુશી ની લાગણી ફેલાય ગઈ છે.રાણપુર તાલુકા પંચાયતની કુંડલી બેઠક ઉપર થી વિજય મેળવ્યા બાદ તરત જ લોકો કામ કરવા રસ્તા ઉપર ઉતરેલા યુવા આગેવાન વિનોદભાઈ સોલંકી તેમજ ભાજપના આગેવાનો દ્રારા કુંડલી ગામે ગામલોકોને અને ખેડુતોને પાણી નો સૌથી મોટો પ્રશ્ન હતો આગામી દિવસોમાં ઉનાળા ની શરૂઆત થઈ ચુકી છે.
કુંડલી ગામની ઉતાવળી નદીમાં નર્મદાના પાણી છોડવા માટે કુંડલીના ગામલોકો અને ખેડુતોની કેટલાય દિવસો થી માંગણી હતી.જે નવા ચુંટાયેલા યુવાન વિનોદભાઈ સોલંકી તથા ગ્રામ્ય ભાજપના આગેવાનોના પ્રયત્નો થી કુંડલી ગામની ઉતાવળી નદી નર્મદા નું પાણી છોડવામાં આવતા કુંડલી ના ગામલોકો અને ખેડુતોમાં ખુશી ની લાગણી ફેલાઈ ગઈ છે.ઉનાળા ના પ્રારંભે જે ઉતાવળી નદી માં નર્મદાના પાણી છોડવામાં કુંડલી આસપાસના ખેડુતો અને કુંડલી ગામલોકો માટે આ પાણી સંજીવની રૂપ સાબિત થઈ શકે છે.તાલુકા પંચાયતની કુંડલી બેઠક ઉપર થી નવા ચુંટાઈ આવેલા વિનોદભાઈ સોલંકી તેમજ ભાજપના આગેવાનોના પ્રયત્નો થકી કુંડલી ગામની ઉતાવળી નદી માં પાણી છોડવામાં આવતા ગામલોકો તેમજ આસપાસના વિસ્તારના ખેડુતોએ તેઓએ આભાર માન્યો હતો..
વિપુલ લુહાર,રાણપુર