ભાયાવદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ચીફ ઓફિસરની થતી કનડગત

ભાયાવદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ચીફ ઓફિસરની થતી કનડગત
Spread the love

ભાયાવદર શહેરના નગરપાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણી જણાવિ રહ્યા છે કે વિસ્તારમાં કેન્દ્ર સરકાર દવારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રૂા.૩,૫૦,૦૦૦/- જેવી સહાય બી.એલ.સી.ઘટક હેઠળ આપવામાં આવે છે . આ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરીબ લક્ષી લોકોને પાકા મકાન બનાવવા માટે ખાલી પ્લોટ , કાચા મકાનોને પાકા બનાવવા માટે આપવામાં આવે છે.તેમાં લાભાર્થીઓની મિલ્કત સંયુકત હોય તેવા પ્રકરણમાં કોઈ પણ એક વ્યકિતને તેમના સંયુકત ભાગીદારો સોગંદનામુ કરીને પોતાનું સમર્થન એક વ્યકિતને આપે છે. તેવા પ્રકરણમાં ભાયાવદર શહેરમાં અમુક મકાનો બની ગયા છે.

અત્યારના ચિફ ઓફિસરશ્રી આવી ફાઈલો રીજેકટ કરીને સરકારશ્રીમાંથી આવેલા હપ્તા લાભાર્થીઓને સરકારમાં પૈસા પાછા જમા કરાવવા દબાણ કરે છે સરકારશ્રીમાંથી નિયમ મુજબ લાભાર્થીઓને હપ્તા પણ આવી ગયેલ હોય તો પણ ચિફ ઓફિસરશ્રી કેમ ના મંજુર કરે છે ? તેમજ વર્ષો જુનો વિસ્તાર હોય તેવામાં પોતાની મિલ્કત સબ પ્લોટીંગ કરવી શકય ન હોય તેવા પ્રકરણમાં તેમની ફાઈલોમાં સહીઓ ન કરતા હોય લાભાર્થીઓને મકાનનો મળેલો લાભ જતો કરવો પડે છે . સરકારશ્રીમાંથી લાભાર્થીઓને હપ્તા આવેલ હોય જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ તેઓના કાચા મકાનો પાડી ભાડે રહેવા જતા રહયા હોય ત્યારે આવા લોકો પોતાનું મકાન હોવા છતા હાલ મકાન વિહોણા થઈ ગયા છે.

નગરપાલિકામાં પણ ચિફ ઓફિસરશ્રીની અવળ ચંડળાઈને કારણે નિયમ મુજબના થતા ખર્ચના બીલોમાં પણ સહી સમયસર કરતા ન હોય અને નગરપાલિકાના સાધનોમાં આવતા ડીઝલના બીલો પણ સમયસર ન કરવાના કારણે પેટ્રોલ પંપના માલીક પણ ડીઝલ ભરવાની ના પાડી દેવાની અણી ઉપર છે તેમજ કર્મચારીઓના પગાર પણ બબ્બે મહીના સુધી કરતા ન હોય માટે આ ચિફ ઓફિસરની કનળ ગતના કારણે ભાયાવદર નગરપાલિકાનો રોજીંદો વહીવટ ખોરંભે પાડીને પોતે રજા ઉપર ચાલ્યા ગયા હોય ત્યારે નગરપાલિકાની ચુંટાયેલી બોડીને શહેરમાંથી અસંતોષનો સામનો ચિફ ઓફિસરના કારણે ભોગવવો પડે છે.

નગરપાલિકાના પ્રમુખ રજુઆત કરવા જાય છે ત્યારે ચિફ ઓફિસરશ્રી હું તમારી માથે પોલીસ ફરીયાદ કરીશ તેવી ધમકી આપે છે . આ અંગે સભ્યશ્રીએ કમિશનર કચેરીનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે સર્વે પરી પ્રમુખ હોય છે.ચિફ ઓફિસર તો વહીવટી વડા છે પરંતુ ચિફ ઓફિસરશ્રી પોતે જ સર્વે સર્વા છે.તેવું જણાવીને ઝોહુકમીથી વહીવટ ચલાવે છે તેવુ ભાયાવદરના પ્રમુખ નયનભાઈ જીવાણી જણાવિ રહ્યા છે

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

VideoCapture_20210304-173914-2.jpg VideoCapture_20210304-173944-1.jpg VideoCapture_20210304-173611-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!