બનાસકાંઠા જિલ્લામાં અનાજ કોભાંડની તપાસ એલસીબીને સોંપી

બનાસકાંઠા જિલ્લામાં ઘઉ અને ચોખા નો કરોડો નો ભષ્ટ્રાચાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં પાલનપુર માલ ગોડાઉનમાં અનાજની ઘટ બતાવી રૂપિયા 1.91 કરોડનું કૌભાંડ આચરનારા ગોડાઉન મેનેજર, શકમંદ ગોડાઉનના ડીલેવરી કોન્ટ્રાક્ટર અને ઓડિટર સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.જેની તપાસ બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
પાલનપુર સ્થિત માલ ગોડાઉનમાં 15 દિવસ પૂર્વે ગાંધીનગર વિઝીલન્સ દ્વારા પાંચ દિવસની ઓચિંતી તપાસમાં અનાજના જથ્થામાં મોટી ઘટ હોવાનું બહાર આવ્યું હતુ.જેની યોગ્ય તપાસ કરવામાં આવે અને ગુનેગાર ને સજા જલ્દી થાય તે જરૂરી છેઆ અંગે જિલ્લા પુરવઠા અધિકારી સુધેન્દ્રસિંહ જીલુજી ચાવડાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે તપાસ હવે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા (થરાદ)