નમૅદા કેનાલમાં પાણી ચાલુ રાખવાની ડે. સીએમની જાહેરાત

બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી હોવાથી પિયત માટે હંમેશા નમૅદા કેનાલ ઉપર આધાર રાખવો પડે છે જેના પાણી થી સિંચાઈ કરી સમગ્ર સરહદી વિસ્તારમાં પોતાનું રોજગાર મેળવે છે જે દર ઉનાળામાં પાણી બંધ કરવામાં આવતું હોવાથી પિત્ત કરી શકાતું નથી જેના કારણે ખેડૂતોને પાણી વિના આવક બંધ હોવાથી ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે ગુજરાત રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા પાણી ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવતા સમગ્ર સરહદી પંથકમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
રિપોર્ટ : જનકસિહ વાઘેલા થરાદ