અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજયમાં 181 અભયમ્ સેવાનાં 6 વર્ષ પૂર્ણ

મહિલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે 181 હેલ્પલાઈનની સુવિધાની ઉપલબ્ધીની અવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજય મહિલા આયોગ અને નઅછ ભોચય ઘ્વારા સંકલિત રીતે રાજયમાં 8 માર્ચ ર01પ આંત્તરરાષ્ટ્રીય મહિલા દિનનાં રોજ 181 મહિલા હેલ્પ લાઈન સેવા શરૂ કરવામાં આવી હતી. રાજયવ્યાપી વિસ્તરણ બાદ માત્ર 6 વર્ષ જેટલા ટૂંકા સમય ગાળામાં જ રાજયમાં 8રપ081 કરતા વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ માર્ગદર્શન પુરૂં પાડવમાં આવ્યું હતું.
1663પ9 કરતાં વધારે મહિલાઓને તાલીમબઘ્ધ કાઉન્સેલર ઘ્વારા ત્વરીત ઘટના સ્થળ પર જઈને પરામર્શ કરીને મદદ પહોંચાડી છે અને 11પ908 જેટલા કિસ્સામાં સ્થળ પર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે તેમજ પ04પ1 જેટલીમહિલાઓને ગંભીર પ્રકારની સમસ્યા જણાતા સ્થળ પરથી રેસ્કયુ કરીને લાંબા ગાળાના કાઉન્સીલીંગ, આશ્રય તેમજ અન્ય મદદ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવેલ હતા.અમરેલી જિલ્લાની વાત કરીએ તો માત્ર 6 વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં જ 1383પ કરતાં વધારે મહિલાઓને વિકટ પરિસ્થિતિમાં સલાહ, બચાવ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
ર904 કરતા વધારે મહિલાઓને તાલીમબઘ્ધ કાઉન્સેલર ઘ્વારા ત્વરીત ઘટના સ્થળ પર જઈને પરામર્શ કરીને મદદ પહોંચાડી છે. કોરોના વૈશ્ચિક મહામારીની સ્થિતિમાં લોકડાઉન દરમ્યાન રાજય સરકાર ઘ્વારા કાર્યરત 181 મહિલા હેલ્પલાઈનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ સતત કાર્યરત રહી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. તેઓએ પોતાની કે પોતાના ઘર-પરિવારની ચિંતા કર્યા વગર 181 મહિલા હેલ્પલાઈન સેવા ઘ્વારા ઘટના સ્થળ પર જઈને સલાહ-સુચન, માર્ગદર્શન અને બચાવની સક્રિય કામગીરી કરી પીડિત મહિલાઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવી મુશ્કેલ સ્થિતિમાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય કરી ઉમદા ફરજ બજાવેલ છે.