સુરતના ઉધના વિસ્તારની હરિધામ સોસાયટીમાં પીવાનું પાણી ડહોળું જોવા મળ્યું

સુરતમાં ઉધના વિસ્તારમાં આવેલી હરિધામ સોસાયટી માં પીવાનું પાણી ગટર જેવું જોવા મળ્યું
સુરતના ઉધના વિસ્તારમાં હરિધામ સોસાયટી માં પીવાનું પાણી ખરાબ આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિકાલ નહી આવતાં ત્યાંના રહેશો ખરાબ પાણી પીવા મજબૂર બન્યાં છે ઉધના હરિધામ સોસાયટી માં ખોદાયેલા ખાતા નું નિરાકરણ સપ્તાહ બાદ પણ આવ્યું નથી અને સવાર થતાં જ આખી સોસાયટીમાં ગટરનું પાણી નદીની જેમ વહેતું હોય એવા અનુભવ થાય છે લોકો ગંદુ પાણી ગાડી ઉકારી ને પીવા મજબૂર બન્યાં છે ત્યાંના રહીશોએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે અમારે પણ હવે ચૂંટણીમાં વોટ માગવાં આવું નહીં ના બેનરો લગાવવા પડશે સોમવારે સ્થાનિક રહીશો ઉધના ઝોન ખાતે મોરચો માંડશે હરિધામ સોસાયટી બી બ્લોક માં રહેતા નિલેશ વખારિયા એ કહ્યું કે પાણી એટલી હદે ગંદુ આવે છે કે તે જોતાં જ ગટરનું પાણી લાગે છે એક પ્રોબ્લેમ સોલ્વ કરવા સોસાયટીમાં અનેક ખાડા ખોદયા છે પરંતુ તેનો પણ હજી કોઈ નિકાલ આવ્યો નથી સોસાયટીમાં બાળકો અને વૃદ્ધો પણ કહે છે તે લોકો આ ખાડામાં પડી જશે તો જવાબદાર કોણ હશે?
રીપોટર
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત