ડભોઇ ની નોબલ પબ્લિક સ્કુલ માં આજથી માધ્યમિક અને ઉચ્ચતર ની પરીક્ષા ના શ્રી ગણેશ

*કોરોનાની મહામારી ની વચ્ચે ડભોઇ તાલુકા ની નોબલ પબ્લિક સ્કુલ માં આજથી માધ્યમિક અને ઉચ્ચતર ની પરીક્ષા ના શ્રી ગણેશ*
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક ની પરીક્ષાઓ ૮ મહાનગરપાલિકા ને બાદ કરતા અન્ય સ્થળોએ લેવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ડભોઇ તાલુકા ની નોબલ પબ્લિક સ્કુલ માં આજ થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અંગ્રેજી તથા ગુજરાતી મીડીયમ ની પરીક્ષા ની શરૂઆત થઇ હતી. નોબલ પબ્લિક સ્કુલ દ્વારા પરીક્ષા નું આયોજન સરકારી ગાઈડલાઇન મુજબ માસ્ક સાથે તેમજ સેનેટાઈઝર,થર્મલ ગન અને સોસીયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવ્યું હતું.આ સાથે જ એક બેન્ચિસ પર એક વિદ્યાર્થી ને બેસાડી સોસીયલ ડિસ્ટન્સ નું સંપૂર્ણ પણે પાલન કરવામાં આવ્યું હતું.આજે શરુ થયેલ પરીક્ષા આગામી 27 તારીખ સુધી ચાલશે જેનો સમય સવાર ના 9 થી 12 વાગ્યા સુધી નો રાખવામાં આવેલ છે.આ સાથે જ નોબલ પબ્લિક સ્કૂલ ના પ્રમુખ એ.એ.માધવાણી અને શાળા પરીવાર દ્વારા પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ને શુભેચ્છા પાઠવવા માં આવી હતી. અને વિદ્યાર્થીઓને શાળામાં પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. છેલ્લા અગિયાર માસથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા હતા. પરંતુ સરકાર દ્વારા કોરોના હળવો થતા શાળા અને કોલેજો શરૂ કરી દેવામાં આવી હતી .પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોરોના એ બીજો રાઉન્ડ શરૂ કર્યો છે પરંતુ તેમાં વધુ સંક્રમિત કેસો મહાનગરપાલિકાના વિસ્તારોમાં જોવા મળ્યા છે અને બીજા અન્ય વિસ્તારોમાં નહિવત પ્રમાણમાં હોવાથી સરકારે ૮ મહાનગરપાલિકા ને બાદ કરી ને બીજા અન્ય સ્થળો પર આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે. બાળકો-વાલીઓએ પણ હવે કોરોના ની વચ્ચે પોતાની જીવન શૈલી નિભાવવી પડશે માટે કોરોના કરીને બેસી રહેવાથી આપણું જીવન પાછળ રહી જશે. માટે આપણે કોરોનાની સાથે આપણી જીવનશૈલી નિભાવી પડશે. માટે બાળકોએ પણ પોતાનો વિદ્યા અભ્યાસ વગાડવો જોઈએ નહીં. શાળા સંચાલકો દ્વારા બાળકો સંક્રમિત ન થાય માટે સૂચના પણ આપવામાં આવી છે કે કોઈપણ બાળકે એકબીજાની વસ્તુઓ લેવી નહીં અને એક બીજા મિત્રો સાથે ભેગા મળી નાસ્તો કરવો નહીં એવા સૂચનો પણ આપ્યા હતા.
રિપોર્ટ : બિલાલ ભુરાવાલા ડભોઈ