વાવેરા રોડ પર બાઇક અને મોટરકાર વચ્ચે સર્જાયો અકસ્માત.

રાજુલા વીજપડી રોડ પર અનેકવાર અકસ્માતો થાય છે ત્યારે આજે…
રાજુલા વાવેરા રોડ પર બાઇક અને મોટરકાર વચ્ચે સર્જાયો અકસ્માત.
રાજુલા વીજપડી રોડ પર દીપડીયા નજીક ગંભીર અકસ્માત થવા પામેલ.
બાઇક માં સવાર 3 જણા ગંભીર રીતે ઘાયલ અને કારચાલકને પણ ગંભીર ઇજા.
જાણવા મળેલ છે કે કારચાલક રાજુલાના વતની છે અને મહુવા હોસ્પિટલ થી સારવાર લઇ પરત રાજુલા ફરી રહ્યા હોય ત્યારે વાવેરા દીપડીયા નજીક વળાંકમાં બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર 3 જણા 1 કિશોરી તથા 2 યુવકો ગંભીર હાલતે.તથા કારચાલક પણ ગંભીર રીતે ઘાયલ.
108 મારફતે રાજુલા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
રીપોર્ટ :વિક્રમ સાખટ અમરેલી