સુરતમાં કોરોના નું સંક્રમણ વધતાં હીરા ઉદ્યોગના યુનિટો બે દિવસ બંધ

સુરતમાં કોરોના નું સંક્રમણ વધતાં હીરા ઉદ્યોગના યુનિટો બે દિવસ બંધ
સમગ્ર ગુજરાતમાં ફરી કોરોનાં વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે જેની સીધી અસર ઉદ્યોગ ધંધા ઉપર થઈ છે વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે સુરતનાં હીરાઉદ્યોગ આ અંગે મોટા સમાચાર આવી રહ્યાં છે કોરોના નું સંક્રમણ વઘતાં સુરતના હીરાઉદ્યોગ ડાયમંડ યુનિટો બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે સુરતમાં આગામી ૨૧ અને ૨૨ માર્ચ એટલે કે આગામી રવિવાર અને સોમવાર એમ બે દિવસ ડાયમંડ યુનિટો અને હીરા માર્કેટ બંધ રહેશે આ પરિપત્ર માં સુરત ડાયમંડ એસોસિયેશને લખ્યું છે કે કોરોનાં વાયરસનાં સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૯ મેં માર્ચ શુક્રવારના રોજ હીરા ઉદ્યોગના અગ્રણીઓ ની અને સુરત મનપા નાં કમિશનર અને મેયર સાથે બેઠક યોજાઇ હતી આ બેઠકમાં ડાયમંડ યુનિટો અને હીરા બજાર આગામી ૨૧મી માર્ચ રવિવારે અને ૨૨ મી માર્ચ સોમવાર એમ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે
રિપોર્ટ
ક્રિશાંગ ગાંજાવાલા
સુરત