અમરેલી માં આવેલ મોબાઇલ હબ નામની દુકાનમાંથી આધાર પુરાવા વગરના મોબાઇલ ફોન પકડી પાડતી અમરેલી એલ.સી.બી

યુવાવર્ગમાં મોંઘા મોબાઇલ ફોનનો ક્રેઝ વધતો જાય છે અને ખાસ કરીને એપલ કંપનીના આઇ-ફોન યુવાનોમાં સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. જેથી યુવાનો આઇ-ફોન પ્રત્યે વધુ આકર્ષાય છે અને દેખાદેખીમાં ચોરાયેલ, બીલ-આધાર પુરાવા વગરના આઇ-ફોન પણ ઉંચી કિંમત આપી ખરીદતા હોય છે. જેનો લાભ ઉઠાવી, અમુક ઇસમો ચોરી કે છળકપટ કરી મેળવેલા, આધાર પુરાવા વગરના મોબાઇલ ફોન મેળવી, આવા યુવાનોને વેચી, નાણાકીય લાભ મેળવતા હોય છે.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓએ આવા આધાર-પુરાવા વગરના, ચોરી કે છળકપટથી મેળવેલા મોબાઇલ ફોનનું વેચાણ કરતા હોય, તેવા ઇસમો અંગે માહિતી મેળવી, તેમની ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર રેઇડો કરી, તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા શ્રી.પી.એન.મોરી, પો.સ.ઇ. એલ.સી.બી. અમરેલી તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી શહેરમાં આવેલ મોબાઇલ હબ નામની દુકાનમાંથી આધાર-પુરાવા વગરના, બીલ કે આધાર પુરાવા વગરના એપલ આઇ-ફોન, સેમસંગ, વનપ્લસ કંપનીના મળી કુલ ૫૮ મોબાઇલ ફોન સાથે એક ઇસમને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઃ-
ફેસલ જુબેરભાઇ નાગાણી, ઉં.વ.૨૧, રહે.અમરેલી, શાક માર્કેટ પાસે, દોલતરાય સ્કુલ સામે.
કબજે કરેલ મુદ્દામાલની વિગતઃ-
એપલ કંપનીના આઇ-ફોન મોબાઇલ ફોન નંગ-૫૩, સેમસંગ કંપનીના મોબાઇલ ફોન-૩, વનપ્લસ કંપનીના મોબાઇલ ફોન નંગ-૨ મળી કુલ મોબાઇલ ફોન નંગ – ૫૮ કુલ કિં.રૂ.૯,૧૩,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ ઇસમને મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા સારૂં અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા શ્રી.પી.એન.મોરી, પો.સ.ઇ. એલ.સી.બી. અમરેલી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.