માંગરોળ ની વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ છાત્રાલયમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

માંગરોળ ની વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ છાત્રાલયમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
Spread the love

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને હાલ સરકારી કુમાર છાત્રાલય વાંકલ ખાતે રહેતા ઉમરપાડાના એક વિદ્યાર્થીએ રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. એલિસન વનરાજભાઈ વસાવા રહે. ઉમરપાડા, ટેડગા ફળિયુ ઉંમર વર્ષ 20,વાંકલ ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં S. Y. Bsc માં અભ્યાસ કરતો હતો.આ યુવક કોલેજમાં અભ્યાસ માટે ગયો ન હતો અને છાત્રાલયના રૂમમાં રોકાયો હતો.યુવકે કોઈ ક કારણોસર છાત્રાલયના રૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય વિદ્યાર્થીઓ જ્યારે છાત્રાલયમાં સાંજે પરત ફર્યા ત્યારે આ યુવકની લાશ ફાંસો ખાધેલી હાલતમાં તેઓને જોવા મળી હતી આ ઘટનાની જાણ માંગરોળ પોલીસ ને થતા PSI પરેશભાઈ નાઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને પોલીસે કટરથી દરવાજો તોડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી. તે જાણી શકાયું નથી પરંતુ પંથકમાં ચાલતી ચર્ચા મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકે આત્મહત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ:નઝીર પાંડોર-(માંગરોળ-સુરત)

Screenshot_20210324_113846.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!