ભાયાવદર સમસ્ત પાટીદાર સમાજ દ્વારા જેતલસરમા યુવતીની હત્યાના આરોપીને તાત્કાલિક સજા થાય તેવી માગ સાથે આવેદન

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામ ની દીકરી કુવારી સૃષ્ટી કિશોરભાઈ રૈયાણી ઉપર લુખ્ખા તત્વો દ્વારા ઘરમાં ઘૂસીને ઉપર છરીઓના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી અને તેમના ભાઈ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં અને સુરક્ષાનો વાતાવરણ ઊભું થયેલ છે આ ઘટનાને લઇને આરોપીઓને કોર્ટમાં ડે ટુ ડે કેસ ચલાવીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી વિસ્તારના સમગ્ર પાટીદાર સમાજની લાગણી અને માગણી છે આ માત્ર એક જ સમાજ કે જે એક પરિવારની દીકરી ની વાત નથી પરંતુ દરેક પરિવારમાં એક દીકરી માં કે બહેન હોય કે સમાજમાં રહેલ અમુક લુખ્ખા તત્વો કાયદાનું ભાન થાય અને આવા લુખ્ખા તત્વોને પાઠ ભણાવવા માટે આ ગુનેગારોને સજા થવી જોઈએ.
સત્યમેવ જયતેના આ પવિત્ર શબ્દને સાબિત કરવામાં તેવી વિનંતી સાથે ઉપલેટા મામલતદારશ્રીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું ભાયાવદર નગરપાલિકા પ્રમુખ નયનભાઈ જીવાણી સહકારી મંડળીના પ્રમુખ નટવરભાઈ મારસોણીયા ઉમિયા પરિવાર સમિતિ ભાયાવદર પ્રમુખ ભુપતભાઈ ધાણેજા ઉમિયા પરિવાર મહિલા સમિતિ પ્રમુખ વનીતાબેન કણસાગરા માધવીબેન ભૂત તેમજ શહેરના યુવા સંગઠન જેમાં ક્રિષ્ના ગ્રુપ ઉમિયાજી ગ્રુપ આરાધના ગ્રુપ અનમોલ ગ્રુપ ગ્રુપ ભાયાવદર શહેર કોંગ્રેસ સમિતિ તેમજ શહેરના અગ્રણીઓ વેપારીઓ ખેડૂત આગેવાનો દ્વારા આ માસૂમ દીકરીને ક્રૂરતાપૂર્વક હત્યા અને શબ્દોમાં વખોડી કડકમાં કડક સજા થાય તે માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગણી કરતાં ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રીને મામલતદાર શ્રી ઉપલેટા મારફત આવેદનપત્ર પાઠવેલ છે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)