ભાયાવદરમાં કોરોનાની રસી માટે જનજાગૃતિ અભિયાન માટે મળેલ મીટીંગ

ભાયાવદરમાં કોરોનાની રસી માટે જનજાગૃતિ અભિયાન માટે મળેલ મીટીંગ
Spread the love

ભાયાવદર સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનમાં પ્રાંત અધિકારી મિયાણી સાહેબના અધ્યક્ષ સ્થાને મળેલ મિટિંગમા આખા દેશમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવેલો હોય આખા દેશમાં આ વાયરસના કારણે અર્થવ્યવસ્થાને અસર કરતા હોય જો આ મહામારીને રોકવામાં નહીં આવે તો આવનારા સમયમાં જન આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થવાનું જોખમ હોય તેવા સમયે ભારત સરકાર દ્વારા વિશ્વના દેશોમાં તેની નોંધ લેવામાં આવે છે તે કોરોના ની રસી હાલ આખા દેશમાં સિનિયર સિટીઝન લોકોને આપવાનું કામ આરોગ્ય વિભાગ દ્વારા સરાહનીય રીતે નિ શુક્લ રીતે આપવામાં આવે છે ત્યારે ભાયાવદર શહેરમાં આવા સિનિયર સિટીઝન લોકો વધુમાં વધુ આ રસીનો ડોઝ લઈ કોરોના વાયરસ સાથે લડત આપવામાં સહભાગી બંને દરેક લોકો આ રસી ડોઝ તાત્કાલિક લઈ લેવા અને તેનું વ્યવસ્થિત આયોજન કરવા માટે શહેરના નગર પાલિકાનો સ્ટાફ ચૂંટાયેલા સદસ્યો વેપારી મિત્રો વિવિધ સંસ્થાઓના આગેવાનો સાથે મળીને લોક જાગૃતિ દાખવી આ રસી આપણુ શહેર કોરોના મુક્ત શહેર બને અને સાથે જન આરોગ્ય જળવાઈ રહે અને આ રસીનો ડોઝ લેવાથી કોઈપણ પ્રકારની આડ અસર થતી નથી લોકો ગભરાયા કે કોઈ પણ અફવામા આવ્યા વગર પોતાના વિસ્તારમાં લોકોને સમજાવી આ રાસીનો ડોજ વહેલી તકે લઈ લેવા જણાવેલ આ મિટિંગમાં પ્રાંત અધિકારી મિયાણી ધોરાજી તેમજ ઉપલેટા મામલતદાર ભાયાવદર નગરપાલિકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ ગામના આગેવાનો વેપારી અગ્રણીઓ તેમજ નગરપાલિકાના સદસ્ય તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

Screenshot_20210324-174858_Gallery-2.jpg Screenshot_20210324-174719_Gallery-1.jpg Screenshot_20210324-174810_Gallery-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!