પુંસરીના યુવકે પરિણીતાને ફસાવી છૂટાછેડા અપાવી દુષ્કર્મ આચર્યું

તલોદના પુંસરીના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પોલીસકર્મીએ પરિણીત યુવતીને મોહજાળમાં ફસાવી છૂટાછેડા કરાવી પીંખતો રહ્યા બાદ તરછોડીને 5 મી એપ્રિલ સગાઇ કરવાનું આયોજન કરતાં પિડીતાએ સગાઇ રોકવા તંત્રને આહવાન કરી ચાંલ્લો-સગાઇ થવાના સંજોગોમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
પુંસરીના રાકેશકુમાર નટુભાઇ વાઘેલા ઘરની નજીકમાં રહેતી યુવતીના 11 વર્ષ અગાઉ પરિચયમાં આવ્યા બાદ અવારનવાર પ્રેમ સંબંધની વાત કરતા હતા. પરંતુ 5 વર્ષ અગાઉ યુવતીના લગ્ન થઇ ગયેલ હોઇ યુવતી ઇન્કાર કરતી રહી હતી. યુવતી સાથે લગ્ન કરવાનો વિશ્વાસ કેળવી લઇ મોહજાળમાં ફસાવતા યુવતીએ 5 વર્ષ અગાઉ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ રાકેશભાઇ વાઘેલા યુવતીને અવારનવાર અમદાવાદ, હિંમતનગર, ધનસુરા, તલોદ, મોડાસા, ફતેગંજ પોલીસ સ્ટેશનની સામેની સોસાયટીમાં ભાડાના મકાનમાં લઇ જઇને પીંખતો રહ્યો હતો.