ડભોઇમાં આગેવાનો કાર્યકરો દ્વારા ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી
ડભોઇ ભારતીય જનતા પાર્ટી ના સર્વે કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 6 એપ્રિલ 1980 આજના દિવસે જ ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થઇ હતી.1951 માં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થપાયેલ ભારતીય જનસંઘ માં થી આ પાર્ટી નો જન્મ થયો હતો.શરૂઆતી દિવસોમાં દેશ માં ફક્ત 2 જ સીટ પર જીત મેળવનારી પાર્ટી આજે દેશ ની નંબર 1 રાજકીય પાર્ટી બની ને ઉભરી છે.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) એ જિલ્લા અને તાલુકાના કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ વડોદરા જિલ્લા, ડભોઇ તાલુકા, અને ડભોઇ શહેરના ભાજપના આગેવાનો દ્વારા પક્ષના કાર્યકરોના ઘરે ઘર જઇ ભારતીય જનતા પાર્ટી નો ઝંડો લહેરાવી સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી.
જે પ્રસંગે ડભોઇ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડો,સંદીપ શાહ,સાથે જિલ્લા પંચાયતના સભ્ય અશ્વિનભાઈ પટેલ, ડો.મહેન્દ્ર પટેલ, ડો. બી. જે. બ્રહ્મભટ, શશીકાંતભાઈ પટેલ, એમ.એચ.પટેલ, બીરેન શાહ, સોનલબેન સોલંકી, મહેશભાઈ, અમિતભાઈ સોલંકી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લહેરાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. સાથે જ ડભોઇ નગરપાલીકા ના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી કાજલબેન સંજય ભાઈ દુલાની દ્વારા પોતાના ટેરેસ પર પાર્ટી નોઝંડો લહેરાવી આજના દિવસને પાર્ટીના સ્થાપના દિવસ તરીકે ઉજવી તમામ કાર્યકરો સભ્યોને શુભેચ્છા પાઠવી હતી.