ડભોઇના કરણેટ ગામેં નર્મદા કેનાલ પાસે મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ

ડભોઇના કરણેટ ગામેં નર્મદા કેનાલ પાસે મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ
Spread the love

કરણેટ ગામમાંથી પસાર થતી નર્મદાની કેનાલ માં મગર દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નર્મદાની કેનાલ માં અવાર નવાર મગર દેખાવાની ઘટના છાસવારે બનતી રહે છે. જે પૈકી આજરોજ ડભોઈ તાલુકા ના કરણેટ ગામમાંથી પસાર થતી નર્મદા કેનાલને પાસે આવેલ કોતર માં ખેડૂત ને મગર દેખા દેતા ગ્રામજનોને આ અંગે જાણ કરતા લોકો ભેગા થતા મગર કેનાલના પાણીમાં ઉતરી ગયું હતું. જે પછી ગ્રામજનોમાં મગર ને લઇ ફફફાટ જોવા મળી રહ્યો છે.

ગ્રામજનોના કહેવા મુજબ ગ્રામજનો અવાર નવાર કેનાલ પાસેથી પસાર થતા હોય છે તેમજ તેઓના બાળકો પણ ત્યાં રમતા હોઈ અને પશુઓ કેનાલની આસપાસ ફરતા હોઈ તેઓને જીવનું જોખમ જણાતા મગરને વહેલી તકે જંગલ ખાતા દ્વારા પકડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. મગર કેનાલ માંથી બહાર આવતા ગ્રામજનોને જીવનુ જોખમ હોવાનું જનતા તાત્કાલિક ધોરણે તેને પકડી સલામત સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

IMG-20210406-WA0028.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!