માંગરોળ સિવિલ કોર્ટના એડવોકેટ અનવર ઘરાસિયાનું કોરોનાથી અવસાન

માંગરોળ સીવીલકોર્ટમાં પ્રેક્ટીસ કરતાં કોસંબાનાં સિનિયર એડવોકેટ અનવર ઘરાસિયાને કોરોનાં ભળખી ગયો,માંગરોળ તાલુકા વકીલ મંડળ તરફથી આપવામાં આવેલી શ્રધાંજલિ.અનવર ઘરાસિયા કોરોનામાં પટકાયા હતા.અને સારવાર પણ શરૂ કરી હતી.પરંતુ કોરોનાં સામે એઓ જીતી શક્યા ન હતા. આખરે એમનું નિધન થયું છે.એમનાં નિધનના સમાચાર માંગરોળ સીવીલકોર્ટ ખાતે થતાં, માંગરોળ તાલુકા વકીલ મંડળે એમને શ્રધાંજલિ આપવા માટે એક કાર્યક્રમ સીવીલકોર્ટ ખાતે રાખવામાં આવ્યો હતો. સર્વશ્રી એડવોકેટ અમીતભાઈ શાહ,એડવોકેટ સોહેલ એસ.નૂર,એડવોકેટ યુસુફભાઈ લુરત વગેરેઓએ હાજર રહી શ્રધાંજલિ આપવામાં આવી હતી.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)