રાત્રે 8 વાગ્યાથી નાઈટ કરફયુનો અમલ શરૂ

રાત્રે 8 વાગ્યાથી નાઈટ કરફયુનો અમલ શરૂ
Spread the love

રાજયના આ તમામ શહેરોમાં આજ રાતથી જ રાત્રે 8 વાગ્યાથી નાઈટ કરફયુનો અમલ શરૂ થઈ જવાનો છે. ત્યારે લોકો ફફડયા છે. કોરોના કાબુમાં ન આવે તો હજુ વધુ આકરા પગલા આવી શકે તેવી આશંકાને ધ્યાને રાખીને લોકો બજારોમાં ખરીદી માટે ઉમટવા લાગતા અફડાતફડીનો માહોલ છે. રાત્રે 8 વાગ્યાથી કરફયુ છે. એટલે બજારો સાંજે સાત વાગ્યાથી બજારો-દુકાનો બંધ થઈ જવાનું શરૂ થઈ જાય અને ત્યારે ભીડ-ટ્રાફીકની આશંકાને ધ્યાને રાખીને વહેલીતકે ખરીદી કરી લેવાના લોકોનાં માનસથી અફડાતફડીનો માહોલ ઉદભવ્યો છે.

લોકોમાં હજુ એવી પણ આશંકા છે કે વડાપ્રધાન આવતીકાલે તમામ રાજયોનાં મુખ્યપ્રધાનો સાથે બેઠક કરવાનાં છે સમગ્ર દેશમાં કોરોનાની બિહામણી રફતાર છે. તેમાં કેન્દ્ર તરફથી પણ પગલા જાહેર થવાનો ઈન્કાર થઈ શકતો નથી. રાજયના ચાર સિવાયના અન્ય 16 શહેરોમા લોકડાઉન પછી પ્રથમ વખત નાઈટ કરફયુ લાગુ પડી રહ્યો છે એટલે વધુ ફફડાટ છે.

વિપુલ મકવાણા (અમરેલી)

IMG-20210407-WA0031.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!