અમરેલીમાં રાત્રી કર્ફ્યુ શરૂ : પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

અમરેલીમાં રાત્રી કર્ફ્યુ શરૂ : પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત
Spread the love

અનેક જગ્યાઓએ પોલીસ દ્વારા લોકોને અટકાવી અને પૂછપરછ કરાઈ

અમરેલીમાં અત્યારે રાત્રી કર્ફ્યુ શરૂ થઈ ગયેલ છે 8 વાગે તે પૂર્વેજ દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી બજારો એકદમ સૂમસામ બની ગઈ હતી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કર્ફ્યુનો ચુસ્તપણે પાલન થાય તેની કવાયત હાથ ધરવામાં આવી હતી અમરેલીમાં કોરોના સંક્રમણ વધતા આજે રાત્રીના 8 વાગ્યાથી કર્ફ્યુનો અમલ શરૂ થઇ ગયો છે તમામ દુકાનો 7: 30 થી 7:45 બંધ થઈ ગઈ હતી મોટી સંખ્યામાં લોકો ઘર તરફ વળ્યા હતા હાલ બજારમાં સન્નાટો છવાઇ ગયો છે બીજી તરફ પોલીસ દ્વારા પણ આયોજન બદ્ધ રીતે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જગ્યાએ પોલીસ દ્વારા લોકોને અટકાવી પૂછપરછ કરવામાં આવી રહી છે જો કોઈ બિનજરૂરી રીતે બહાર નીકળ્યા હોય તો તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

 

વિપુલ મકવાણા અમરેલી

IMG-20210408-WA0002.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!