વાસ્મો દ્વારા ખડપીપળી ગામના માટે રૂ.૧૪.૫૧ લાખના વિકાસકામો મંજુર કરાયા

જૂનાગઢ :જૂનાગઢ વાસ્મો દ્વારા મેંદરડા તાલુકાના ખડપીપળી ગામ માટે અંદાજીત રૂ.૧૪.૫૧ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં પાઇપલાઇન, નલ કનેક્સન, પાવર કનેક્શન, વોલ પેઇન્ટિંગ-ભીતસુત્રો, જેવા કામો હાથ ધરવામાં આવશે.
ખડપીપળી ગામના લોકોની વસ્તી ૮૨૦ છે ત્યારે આ ગામના વિકાસના કામો માટે અંદાજીત રૂ.૧૪.૫૧ લાખના વિકાસકામો મંજુર કરાયા છે. જેમાં વિતરણ પાઇપલાઇન(પીવીસી ૬ કેજી/મી.), ૭૫મીમી-૧૩૫૩મી, ૯૦મીમી-૬૪૯મી, ૧૧૦મી-૭૫૩મી, ૧૪૦ મીમી-૯૧મી., રાઇઝીંગમેઇન પાઇપલાઇન, ૧૧૦મીમી-૧૫૯ મી., નલ કનેક્સન-૨૬૦ નંગ, વોલ પેઇન્ટિંગ-ભીતસુત્રો, ટેન્ડર ચાર્જ સહિતના વિકાસના કામો કરવામાં આવશે.
રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ