પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી નો માણાવદર તાલુકાના ગામડાઓનો આજ થી ૩ દિવસીય પ્રવાસનો પ્રારંભ

પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી નો માણાવદર તાલુકાના ગામડાઓનો આજ થી ૩ દિવસીય પ્રવાસનો પ્રારંભ
Spread the love

પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહર ચાવડાનો માણાવદર તાલુકાના ગામડાઓનો આજ થી ૩ દિવસીય પ્રવાસનો પ્રારંભ

મંત્રીશ્રી ૩ દિવસમાં ૪૨ ગામોની મુલાકાત લેશે

કોવિડ-૧૯ સંક્રમણ અટકાવવા માટેની તકેદારીઓ તેમજ રસીકરણ અંગે જાગૃતિ માટે માણાવદર તાલુકાના દરેક ગામડાઓને ધમરોળશે

હર હંમેશ સ્થાનિક મતદારોના સીધા સંપર્કમાં રહી મતવિસ્તારની ચિંતા કરતા જન પ્રતિનિધિ લોકોના દ્રારે

જૂનાગઢ : કોવિડ-૧૯ સંક્રમણને અટકાવવા માટેની તકેદારીના ભાગરૂપે તેમજ કોરોના રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે માણાવદરતાલુકાના ૪૨ ગામની જન પ્રતિનિધિ શ્રી જવાહરભાઈ ચાવડા મુલાકાત લેશે. પ્રવાસન મંત્રી શ્રી તા. ૦૮એપ્રિલ થી ૧૧ એપ્રિલ-૨૦૨૧ સુધી માણાવદર તાલુકાના દરેક ગામડાઓમાં કોવિડ – ૧૯ અન્વયે સ્થાનિકોમાં જાગૃતિ અર્થે મુલાકાત કરશે.

અત્રે ઉલખનીય છે કે,માણાવદર વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની સતત ચિંતા કરતા મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા ગામના સરપંચ, કાર્યકરો,આગેવાનો સાથે સતત સંપર્કમાં રહી પ્રજાના પ્રશ્નોનું સચોટ અને સીધું નિરાકરણ અસરકારક રીતે થાય એ માટે હર હંમેશ કાર્યરત છે. ત્યારે આ પ્રવાસનો હેતુ હાલની કોરોનાની મહામારીને ધ્યાને રાખી સ્થાનિક લોકો વધુને વધુ રસીકરણ કરાવે તેની જાગૃતિ લાવવા સાથે સંક્રમણ ન ફેલાઈ તેમજ લોકો પોતાનું અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી જાગૃત રહે અને અન્ય લોકોમાં પણ જાગૃતી લાવે તેવા એક માત્ર ઉદ્દેશને ધ્યાને રાખવાનો છે.

મંત્રીશ્રી તા. ૦૯/૦૪/૨૦૨૧ને શુક્રવાર ના રોજ નાંદરખા, કોઠારિયા, મીતડી, માંડોદરા, કોઠડી, કોયલાણા,મટીયાણા, આંબલીયા, પાદરડી, વડાળા, ભીતાણા, સીતાણા, નાનડીયા, નાકરા, ખખાવી ની મુલાકાત લેશે.

તા. ૧૦/૦૪/૨૦૨૧ને શનિવાર ના રોજ નરેડી, બોડકા, પીપલાણા, સારંગપીપળી, કતકપરા, ગળવાવ, સણોસરા, રોણકી, જાંબુડા, સરદારગઢ, જીંજરી, થાનીયાણા, ચુડવા, ખડિયા અને તા. ૧૧/૦૪/૨૦૨૧ને રવિવાર સુલતાનાબાદ, એકલેરા, થાપલા, સમેગા, કોડવાવ, દડવા, રફાળા, ભલગામ, પાજોદ, મરમઠ, દેશીંગા, ચીખલોદ્રા,વાડાસડાની મુલાકાત લેશે.

મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ તા. ૮ એપ્રીલના રોજ દગડ, ભાલેચડા, વેળવા, ઉટડી, શેરડી, ભીંડોરા,ગણા, ઇન્દ્રા, જીલાણા, બુરી, લીંબુડા, વડા, વેકરી અને સરાડીયા ગામની મુલાકાત લઇ કોરોના રસીકરણ અંગે લોકોને માર્ગદર્શન આપી પોતાને અને પોતાના પરીવારને કોરોનાથી સુરક્ષીત કરવા જણાવ્યુ હતુ.

રિપોર્ટ : અનીષ ઞૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યુઝ
ગુજરાત બ્યુરો ચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!