અમરેલી શહેરમાં કર્ફયુનાં નિયમનું ઉલ્લંઘન થશે તો દંડ
કાર્યવાહીસીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા માર્ગ ઉપર રખાશે વોચગુજરાત સરકાર ઘ્વારા કોરોનાની મહામારી સામે લડવા માટે આજથી રાજયનાં ર0 શહેરોમાં રાત્રીનાં 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફયુ લાદવામાં આવ્યો છે.આ ર0 શહેરોમાં અમરેલીશહેરનો પણ સમાવેશ થતો હોય અમરેલીમાં રાત્રે 8થી સવારે 6 સુધી કર્ફયુનો કડક અમલ કરવામાં આવશે.
આ કર્ફયુનાં સમયગાળા દરમિયાન અમરેલીમાં આવેલ સીસીટીવી કમાન્ડ કંટ્રોલ રૂમ ઘ્વારા નાગરિકો ઉપર વોચ રાખશે અને કર્ફયુનાં સમયગાળા દરમિયાન કોઈ શહેરીજન કર્ફયુનાં નિયમનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરૂઘ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા ઘ્વારા એક યાદીમાં જણાવાયું છે.