અંબાજી હોમગાર્ડ દારૂકાંડ, ભીનું સંકેલાયું હોવાની ચર્ચા ? એક પોલીસકર્મી ભાગી ગયો !

અંબાજી હોમગાર્ડ દારૂકાંડ, ભીનું સંકેલાયું હોવાની ચર્ચા ? એક પોલીસકર્મી ભાગી ગયો !
Spread the love

શક્તિપીઠ અંબાજી ખાતે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ ધામ મા છેલ્લા ઘણા સમયથી બે નંબર ના ધંધા સાથે સંકળાયેલા લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે ,થોડા વર્ષો પહેલા અંબાજી ભાદરવી વખતે એક સંઘની મિટિંગ માં એકભાઈ એ મોટો લગાવ્યો હતો કે અંબાજી ખાતે દૂધ કરતા દારૂ વધારે મળે છે ,આજ બાબત ને સમર્થન ત્યારે મળ્યું જયારે એક અંબાજી ની મહિલા થોડા દિવસો અગાઉ દારૂના મોટા જથ્થા સાથે પકડાઈ અને ત્યારબાદ 25 માર્ચ ના રોજ અંબાજી મંદિરનો કોન્ટ્રાકટ કર્મચારી અને અંબાજી હોમગાર્ડ માં ફરજ બજાવતો હર્ષ દવે અંબાજી પોલીસના હાથે 42 બોટલો એટલે કે 3 કાર્ટૂન સાથે ઝડપાઇ ગયો હતો લોકોને એમ કે આમા બીજા મોટા માથા ના નામ બહાર આવશે પણ મુખ્ય આરોપીને જામીન મળતા સમગ્ર પ્રકરણ માં ભીનું સંકેલાયું હોવાની ચર્ચા સમગ્ર પંથક મા ચાલી રહી છે .હર્ષ દવે પર 65[a],65[e],116[b],98[2] મુજબની કલમો લગાવાઈ હતી.

હર્ષ દવે ના ફેસબુક પેજ પર જોઈએ તો વ્યક્તિ પોલીસકર્મી સાથે વધુ ઘરોબો ધરાવતો હતો ,હર્ષ દવે અને દિલીપપુરી ની દોસ્તી સમગ્ર પંથક માં જગ જાહેર છે ,દિલીપપુરી હંમેશા જાંબુડી બોર્ડર પર નોકરી લખાવતો હતો અને અંબાજી મા ચાલતી ચર્ચા મુજબ હર્ષ દવે જાંબુડી તરફથી દારૂ લઈને આવ્યો હતો અને દારૂનો ગેરકાયદેસર વેપાર કરતો હતો જેમાં ઘણા મોટા માથા ની સંડોવણી હોવાની વિગતો બહાર આવી હતી પરંતુ મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને સમગ્ર પ્રકરણ મા ભીનું સંકેલાયું હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે, અંબાજી ની જનતા ની મુખ્ય માંગણી છે કે સમગ્ર બાબત ની તપાસ ડીવાયએસપી કેડર ના અધિકારીના નિર્દેશ અનુસાર થાય ,અંબાજી ના બહાદુર પીઆઈ જે. બી .આચાર્ય સાહેબ આ બાબતે વિસ્તૃત તપાસ કરી મોટા માથા ના નામો બહાર લાવે

હર્ષ દવે ના કોલ ડીટેલ નું લિસ્ટ ચેક કરાય તો મોટા માથા ના નામ બહાર આવી જાય
અંબાજી મંદિર મા પ્રસાદ વિભાગ મા ફરજ બજાવતો કોન્ટ્રાકટ કર્મચારી પોતાની રોયલ હોટ સ્ટાઇલ થી ભારે વિવાદો મા રહ્યો હતો આ હર્ષ દવે પાર્ટ ટાઈમ હોમગાર્ડ જવાન ની નોકરી પણ કરતો હતો અને હોમગાર્ડ ની વર્દી પર પોલીસ અધિકારી ની ટોપી પહેરીને પોલીસ અધિકારીનો વટ મારતો હતો જયારે હર્ષ દવે 42 બોટલો સાથે પકડાયો ત્યારે આજે 15 દિવસ થઇ ગયા હોવા છતા કોઈજ મોટા માથા પકડાયા નથી જે બાબતે લોકો મા ભારે રોષ જોવા મળી રહ્યો છે ,લોકોની મુખ્ય માંગ છે કે હર્ષ દવે ના કોલ ડીટેલ નું લીસ્ટ ચેક કરાય તો તમામ મોટા માથા ના નામો ખુલ્લા પડી જાય .

ગબ્બર રોડ બાજુ રહેતો પોલીસકર્મી 26 માર્ચ થી ગાયબ
25 માર્ચ ના રોજ હર્ષ દવે વિદેશી દારૂ ના જથ્થા સાથે પકડાયો તેના બીજા જ દિવસે એટલે કે 26 માર્ચ ના દિવસ થી આ ગબ્બર માર્ગ તરફ રહેતો પોલીસ કર્મી ગાયબ થઇ ગયો છે અને તેના પરીવાર ના સભ્યો પણ કંઈ બોલવા તૈયાર નથી ,અંબાજી મા ચાલતી ચર્ચા મુજબ આ પોલીસ કર્મી નો પરીવાર રાજસ્થાન જઈને આ ભાગેલા પોલીસ કર્મી ને મળી પણ આવ્યો છે .

કિરાણા ની દુકાન પાસે ઘરે દારૂ વેચતી મહિલા કોણ ?
હર્ષ દવે પકડાયો તેના એક દિવસ અગાઉ મહિલા પોતાના ઘરે વિદેશી દારૂ રાખી વેચતી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે આ મહિલા એ લોકડાઉન વખતે પણ મોટી સંખ્યામાં ગુટખા તમાકુ વેચ્યા હતા ,આ મહિલાના ઘર તરફ સીસીટીવી કેમેરા ન હોવાથી આ મહિલાને ફાવતું મળ્યું હતું હાલમાં આ મહિલા દારૂ વેચવાનું બંદ કરેલ છે અને ભારે ગભરાયેલી છે. વધુમાં એક આઈસ્ક્રીમ વાળાનો છોકરો પણ ભારે વિવાદો માં રહ્યો છે ,હર્ષ દવે પકડાયો ત્યારે આ આઈસ્ક્રીમ વાળાનો છોકરો પણ પોલીસ મથક પાસે જોવા મળ્યો હતો

હર્ષ દવે પાછા સ્ટેટસ મૂકીને પોતાને બહાદુર ગણાવે છે !
જામીન પર છૂટ્યા બાદ હર્ષ દવે જાણે સરસ કામ કર્યું હોય તેમ સોશિયલ મીડિયા મા બહાદુરી નું કામ કર્યું હોય તેવા સ્ટેટ્સ મૂકી રહ્યો છે ,સૂત્રો થી મળતી માહિતી પ્રમાણે હર્ષ દવે ને મંદિર માથી નોકરી પર થી હાંકી કાઢવામાં આવ્યો છે અને હોમગાર્ડ જવાન ની નોકરી માંથી પણ તગેડી મુકાયો છે .

આ પકડાયું હતું
જી જે 1 એચ જે 8392 મા 42 બોટલો 52,200કિંમત
અલ્ટો ગાડીની કિંમત 80,000 અને મોબાઈલ 5000 કુલ કિંમત 1,37,200
જેમાં બ્લેક એન્ડ વાઈટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી 2500 રૂપિયા ની 18 બોટલ 45000 રૂપિયાની
ઓફિસર ચોઈસ 300 રૂપિયા ની 24 બોટલ 7200 નો સમાવેશ થાય છે

IMG-20210408-WA0039-1.jpg IMG-20210408-WA0038-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!