આર્થિક વિકાસના પાયાના મુળમાં બેન્કોની ભૂમિકા મહત્વની

આર્થિક વિકાસના પાયાના મુળમાં બેન્કોની ભૂમિકા મહત્વની
Spread the love

જયારે સરકાર પાંચ ટ્રિલિયન ડોલરના આર્થિક વિકાસની વાત કરે છે તેના પાયાના મુળમાં બેન્કોની ભૂમિકા મહત્વની છે. બેન્કોને આર્થિક મજબુત બનાવવી તે આજના સમયની માગ છે. બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવશે તો તે ઉદ્યોગ ગૃહોના હાથમાં જશે જે બેન્કોની બિન ઉત્પાદક અકસ્યામતો માટે જવાબદાર છે. જાહેર ક્ષેત્રની બેન્ક કાયમી નોકરી ઉભી કરે છે અને પછાત વર્ગ અને અનામત વર્ગને સરકારની નીતિ મુજબ નોકરી આપે છે ખાનગીકરણથી વંચિત વર્ગની નોકરીની તકો ઘટી જશે.

આ ક્ષેત્રના શિક્ષીત અને અન્ય જુવાન લોકોને નોકરીની તકો ઘટશે. ઉપરોકત દરેક કારણોસર બેન્ક કર્મચારી સંગઠનો બેન્કોના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે. બેન્ક કર્મચારીઓની લડત પ્રજાના પ્રશ્ર્નોને લઈને છે તેથી પ્રજાનો સાથ લઈ અને આ લડત લડવામાં આવશે રાષ્ટ્રહિતમાં લડાઈ લડવી અત્યંત જરૂરી છે. સરકાર જયારે પણ બેન્કોની ખાનગીકરણનો નિર્ણય લેશે તો સંગઠન તરફથી તાત્કાલિક લડત શ થશે અને અચોક્કસ મુદતની હડતાલ પણ બેન્કોમાં પડશે તેવો નિર્ણય એઆઈબીઈએનો છે.

વિપુલ મકવાણા (અમરેલી)

IMG-20210407-WA0035.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!